વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસમી વેળા

વસમી વેળા


શીદને ચાલ્યા રે મથુરા , થોભો મારા શ્યામ ,

તારા વિયોગે તારી રાધા રોવે ને રોવે ગોકુળ ગામ...

વેરી થયા રે અક્રુરજી રે, લઈ ચાલ્યા તુજને સાથ,

તું તો અમારો ભોળો કનૈયો, નથી તું કંસ નો કાળ...

કહી દે ને રે તું ઓ કાના, તારા નંદરાય તાત,

તું તો જાયો જશોદા મા નો  નથી તું રાજકુમાર...

કોણ રે હવે માખણ ખાશે ને કોણ ચારશે ગાય?

તારા વિના સૂની જમુના ને કાંઠે કોણ રમશે રાસ...?

બાંધ્યા રે અમને પ્રેમ ની ડોરે, તોડો ના ડોર હવે નાથ,

નાથ થઈને તમે છોડો તો કોણ ઝાલશે હાથ...

છોડીને  રે જાવુંં તું અમને, શીદને બાંધી પ્રીત,

નેડો લગાડીને ચાલ્યો ક્યાં પ્રીતમ,આ શી પ્રીતની રીત?

ભુલ રે મારી શું રે થઈ છે? બોલો મારા શ્યામ,

તારા વિયોગે કેમ જીવશે રાધા,બોલોને મારા પ્રાણ...

કર રે જોડી ને વિનવું ના તડપાવો નાથ,

શ્યામ વિનાની રાધા અધુરી ને રાધા વિના તું શ્યામ...

શીદને ચાલ્યા રે મથુરા, થોભો મારા શ્યામ,

તારા વિયોગે ઓલ્યું કદંબ રોવે ને રોવે ગાયું તમામ...

- ભારતી વડેરા



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ