વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિત્રને પત્ર

પ્રિય મિત્ર ,

આપણે ક્યારે પણ મળ્યા નથી છતાં લાગે છે આપણો સંબંધ ખૂબ જૂનો છે. આપણી ઓળખ શબ્દોની. શબ્દોની અભિવ્યક્તિ દ્વારા સંવાદનો સેતુ રચાય છે અને દરેક શંબ્દાંકને જાણે આખું આકાશ ઉઘડે છે. શબ્દ રુપી સિતારાઓ થી આખું આકાશ ઝળહળી ઉઠે છે. સ્વર મોહિની ગુંજે છે અને અકથ્ય આનંદની હેલી થી મન મયુર થઈને નાચે છે. આ કમાલ છે શબ્દોની તાકાતનો. એમાંથી ટપકતા અમીરસનો. માટે મિત્ર ! શબ્દ નો સાથ કદી છોડશો નહીં. મારી એક કવિતા અત્રે ટાંકુ છું.


ઝાઝા અશબ્દ ન રહીએ, સખી રી!

ઝાઝા અશબ્દ ન રહીએ,શબ્દોમાં 

રણઝણતી મા સરસ્વતીની ઝાંઝરી

એને મૌનની સાંકળ નવ દઈએ.

                            સખી રી ! ઝાઝા...

ઝટ કાઢી રે નાખવી હૈયા કેરી ફાંસ

એને સોંસરવી ઉતરવા નવ દઈએ,

પંખેરુ બની ઉડીએ શબ્દનાં આકાશમાં

કલમને ખોળે માથું દઈએ.

                           સખી રી ! ઝાઝા...

પરોવી લાગણીનાં ધાગામાં શબ્દોની લડી 

સૌને પ્રેમ થી ઉપહારમાં દઈએ,

મ્હોરી ઉઠશે સંબંધોમાં પ્રેમનાં ફૂલ

એની મહેકથી તરબતર થઈએ.

                          સખી રી ! ઝાઝા...


હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમારા યે રુંવે રુંવેથી પ્રગટે શબ્દો રસદાર અને તમે મા સરસ્વતીને ચરણે ધરો કૃતિઓ કસદાર..

                - ભારતી વડેરાનાં નમસ્કાર.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ