વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હામ

આવો ! તૂટી પડો મુજ પર ઓ દુ:ખનાં ડુંગરો !

લડીશ હું હિંમતથી તમારી સાથે બથ્થંબથ્થા,

જોજો ! તમે મોં માં તરણું લઈને કહેશો કે

અમે હાર્યા ,આ તો ભારે બળિયો સામે મળ્યો.


મેં તો હૈયે ભીડી હામ હુંકાર કરી દીધો,

દુ:ખ ત્રાટકે એ પહેલાં દુ:ખને ડારો દઈ દીધો.

દુ:ખ મુઠ્ઠી વાળી નાઠું, કહે ન જાવું એની કોર,

સુખે ડેલે દીધી દસ્તક, ઉમટ્યો આનંદનો ઓઘ.

- ભારતી વડેરા


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ