વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલાસો

પ્રેમનો પાલવ પકડયો છે માટે જ યાદ આવે છે,
આશ સદા શોધી આપશો કિનારો યાદ આવે છે.

છોડી દે ખામોશી  સમજાતી નથી  પીડા મૌનની,
હાથ જોડી વિનવું સાંભળવા શબ્દ યાદ આવે છે.

બચ્યાં નહીં શબ્દો ડૂબી ગયાં હતાં આંસુની નદીમાં,
ધોધમાર આંસુના વરસાદમાં ઘોડાપૂર યાદ આવે છે.

મારે પણ કરવી હતી હ્રદયની વાતો બધી આગની,
અઘરી પરીક્ષા મારા જીવનની એ સજાની યાદ આવે છે.

આપીને માત પીડાને ઠાલવી હતી સઘળી વ્યથાની,
કરી 'શ્રીકૃપા' એ દિલાસાના મલમની યાદ આવે છે.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
વડોદરા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ