વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુનર્જન્મ

લ્યો બસ!
વિદાય થયું
ઝાકળનું નાનું
અમથું બિંદુ
પર્ણને જકડી
મથતું હતું
અસ્તિત્વ જાળવવા
સુવર્ણશી ધૂપમાં
ઝળકવા ગયું
ચમકવા ગયું
વાયરાં સાથેની
રસાકસીમાં
ફટ્ દઈને
સરકી પડ્યું
ધરતીમાં
વિલિન થઈ ગયું
પુનર્જન્મ મેળવવા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ