વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લેખાંજોખાં

મળે છે ખૂબસૂરત  પળ તમન્ના હર પ્રહર છે,
વિલક્ષણ સમયે પુરાવા જિંદગીમાં પ્રખર છે.

અમીર કે ગરીબ ઘાવ સરખાં હોય સંવેદનાથી,
ઉપવન ખીલશે રણમાં ક્યારે એ જ નજર છે.

નજર શોધે પગથારે કંટકો દૂર કરવા નખશિખ,
પર્યાય બીજો  કોઈ મળ્યો નહીં એ અસર છે.

ભીતરે  પ્રસરેલી ભીની કૂંપળો આંખે અશ્રુથી,
પળેપળે  એકાકાર  થઈને પ્રતિબિંબ  ઉપર છે.

કાબેલિયત  પુરવાર  આખરે  કોઈ કારણથી,
કરી 'શ્રીકૃપા'હ્રદયથી લેખાંજોખાંની ખબર છે.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
વડોદરા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ