વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આખરી નામું


ધૂળની ડમરી સામે,બાથ ભીડવા સામર્થ્ય કુદરતમાં,
બદલાતું સામ્રાજ્ય, તૂટીને વેરવિખેર પલકવારમાં.

ખાલી પાનું ચંચળમન,વ્યથા નમક સરખી  જીવનમાં,
પ્રતીત એવું થાય અમથું અમથું વેદનાની વાદળીમાં,

લાગણીના ધોધમાં વહેતા રહી જલાવું દીપ આંગણામાં,
પંખી આવીને ઉડી જતાં દૂર જોજને મૂકીને ખાલી માળામાં.

સજાવી દિલની ઊર્મિઓ બાંધી આપું પધરાવું ચરણોમાં,
આખરીનામું નમે નહીં પલ્લુ વૃંદા સાથે તોલો ત્રાજવામાં.

વાયરસ ના થાય રોગ આ મટાડવા પધારો અંતરમાં,
પીધા જામ ઘણાં પી લઈશ ઝહર તું જો આપે ઘૂંટડામાં.

ગોતી ગોતી થાકી હવે અંતરે ધરી મૂર્તિ ફરું જગતમાં,
'શ્રીકૃપા' દર્શન થયાં ધ્યાનથી જોતાં જગતે અણુ અણુમાં.

:*દિપ્તી પટેલ'શ્રીકૃપા'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ