વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

No more

      

     

                            શું ખરેખર  આપણા સમાજને જાગૃતતાની જરૂર છે ?, કે પછી બધું જાણવા અને સમજવા છતા આંખ  આડા કાન કરીએ છીએ..?? કેમ કે દરેક વ્યક્તિ  અને સમાજ બધું જાણવા   અને સમજવા સક્ષમ છે.. પણ કોઈએ કાંઈ કરવું નથી બસ, જેમ ચાલે છે તેમ ચાલવા  દો એક એવો નિયમ બનાવી  રાખ્યો છે. અમુક વિરોધ પણ કરે  છે પણ કાંઈ જ પરિણામ નથી મળતું.. 

     

                     બદલાવ ક્યારથી આવશે ખબર છે?? તો મારો જવાબ એ જ હશે કે "આપણાથી" જ્યારે થી આપણે આપણા વિચારો બદલશું... જયારે ભેદભાવ ઓછા થશે.. વિચારોનું મૂલ્ય સારું હશે તો મારા ખ્યાલથી બહુ બદલાવ લાવી શકીશું સમાજ અને દેશમાં.


              એક સ્ત્રી શુ છે એ સમજવું જરૂરી છે.. એ કોઈ સાધન ,સામગ્રી નથી કે મન ફાવે એવું વર્તન અને દુષ્કર્મ કરીએ.. કેમ કે "  આ દુનિયામાં લાવનાર એક સ્ત્રી છે, દુનિયાથી રૂબરૂ કરાવનાર એક સ્ત્રી છે,પોતાની સુંદરતા ખોઈને બાળકને જન્મ આપનાર પણ સ્ત્રી જ છે, માન, સન્માન આપણી ઓળખ બધું એક સ્ત્રી થકી જ છે.આપણું અસ્તિત્વ જ એક સ્ત્રી જ છે. જેણે યુગો- યુગોથી  નિ:સ્વાર્થ ભાવે બસ આપણી માટે જ બધુ કર્યું છે , તો એની પર કેમ આટલા બધા અત્યાચારો??"

        

              "" મળ્યો એક જનમ મુજને,

                      માની એક દેવીરૂપ..

                   મંદિર માહી  પુજાણી,

             અને ઘર,રસ્તાઓમાં બની શિકાર હું..

             કોઈ એ કર્યો મંદિરમાં શણગાર

    તો કોઈએ શણગાર જ ઉતારી નાખી દીધો.

    ભક્ત બની કોઈએ ચૂંદડી માથે ચડાવી તો,

   કોઈએ દુપટ્ટાની આબરૂ જ લીલામ કરી નાખી..

                     શું વાંક હતો મારો ??

      ક્યારે દહેજ રૂપી હું પીસાણી આ સમાજના,

    ચક્રવ્યૂહ માં,તો ક્યારેક બની કોઈ ભેડિયાનો         શિકાર, ના સુરક્ષિત રહી બાળારૂપ કે ના રહી યૌવનરૂપ હું સુરક્ષિત, હદ તો ત્યારે થઈ જ્યારે એક                પૌઢ તરીકે પણ હું લૂંટાણી.

           શું આજ છે મારું અસ્તિત્વ???'"


                         -અક્ષા

       

                      દુનિયામાં દરેેક દેવી મંંદિરમાં પૂજાય છે કેટલા આદર અને પવિત્ર નજરથી એ મૂર્તિને જોઇએ છીએ.. જો એ દેવીને આપણે સારી અને પવિત્ર દ્રષ્ટિએ જોઈ શકતા હોઈ તો બીજી સ્ત્રીને કેમ નહીં..કહેવાય છે કે એક નારીમાં લક્ષ્મીજીનો વાસ છે, તો આવા ભેદભાવ અને   અત્યાચાર કેમ.??

           

                  એક સ્ત્રી જાતિ કઈ એવી જગ્યા છે જ્યાં પોતાની જાત ને સુરક્ષિત મહેસુસ કરે છે.. ?તો જવાબ એવી કોઈ જ જગ્યા નથી.. " જ્યારે ગર્ભમાં હોય ત્યારે કોઈક લોકો એને મારી નાખે,  રસ્તા પર નીકળે તો કોઈની હવસનો શિકાર બને, સુંદરતા પર એસિડથી હુમલો થાય, અમુક તો ઘરમાં જ કોઈની વિકૃતિ નો શિકાર બને, તો ક્યાંક પાછું કપડાં પર સવાલ ઉઠ્યા અને કોઈની જરૂરત માટે વેહેંચવાનો કારોબાર શરૂ થઈ ગયો..  આ છે આપણા દેશની સ્ત્રીઓ દર્દનાક હાલત.

            

          આપણા ભારત દેશમાં દર 16 મિનિટ પર એક બળાત્કાર થાય છે, અને પુરા દિવસ દરમિયાન 88 ( times of india and NCRB report) બળાત્કારના કિસ્સા સામે આવે છે જેની પોલીસ સ્ટેશનમાં નોંધ થાય છે બાકીના તો કેટલા એવા કિસ્સા હશે જ દેશ અને દુનિયાની નઝરમાં આવતા જ નથી એટલે કે જેની નોંધ નથી થતી.. આ આંકડા પરથી જોઈ શકાય કે આપણે હજુ આઝાદ થવાનું બાકી છે.. હજુ  પુરેપુરી આઝાદી નથી મળી.. આઝાદી મેળવવી મુશ્કેલ તો નથી પણ થોડી સમજ અને પરિવર્તનની જરૂર છે..તો એક દિવસ મારા દેશની દીકરીઓ આઝાદ થશે અને મારો દેશ પણ તો આવો સાથે મળી કંઇક નવા વિચારો અપનાવીએ.. 

    - Aksha.. 

                        ** ક્રમશ.........

  




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ