વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નો મોર-2

   नाज़ुक, मासूम,फूल जैसी लड़की की दास्तां,


                        पीड़ित हैं घर में,


        दुनिया से छुपे किसी कमरे के कौने में,


 बावजूद है ताल्लुक कलमे अदालत के कानून के


  फिर नौजवान लड़की भी नहीं घूम सकती हरेभरे                              आँगन मे.


            सुनसान सड़क या भरेबाज़ार में


        घर के आँगन में या दुनिया के सामने,


        डरती रहे हर एक सफर के किनारे मे,


  जुजती रहे अपने ख़्वाब और खुशियों के सामने...


                    


                 


        આ બધી પરિસ્થિતિ ક્યાંકને ક્યાંક આપણે જ ઉભી કરી છે. શુ સંસ્કારો  આપ્યા સંતાાનોને , કેેવુ શીખવો  છો એક માતા પિતા તરીકે  શું જવાબદારી છે એ કંઈ  કોઈ  દિવસ  વિચાર કર્યો. બાળકને જન્મ આપી દીધો એટલે જવાબદારીમાંથી મુક્ત, એ બાળકનું ઘડતર કરતા શીખો.. અને સારી માન ભરી નઝરથી એક સ્ત્રીને જોતા શીખવો.. જો એવું કર્યું હોતને તો કોઈ  દીકરી આજે ખરાબ નઝર નો શિકાર ના બને.


                        સમાજમાં એવું હોય કે પોતાની જ્ઞાતીના માણસને વધારે વોટ આપશે. પણએ જરાય નહિ વિચાર કરે કે એ માણસ યોગ્ય છે કે નહીં બસ પૈસા મળ્યા, દારુ મળી અને થોડી પાર્ટીની મહેફિલ કરી એટલે આપી દીધો વોટ.. રાજકારણમાં કેટલા ટકા માણસો અપરાધી છે.,એ નહીં જોવે બસ આપ્યા કરો અને જીત આપવો. અને આવા જ માણસો ના લીધે અપરાધ થાય છે કેમકે એ પોતે જ અપરાધી છે તો બીજા ને શુ કહેવાના.  અને અપરાધીના મા -બાપ કે સાગા સંબંધી ધન્ય છે તમને કે એક ગુનેગાર ને સંતાડવા અને એની મદદ કરવા માટે.. કોઈ ની પુરી જિંદગી બગાડીને બેસે અને એમાં પણ લોકો મદદ કરે બહુ નવાઇની વાત છે.  બાકી જ્યારે નાની ભુલ કરી હોયને ત્યારે  સજા આપી હોત ને તો આવી મોટી ભૂલ કરવાનું વિચારે પણ નહીં.. જેટલા એ લોકો ગુનેગાર છે, એથી વધુ મોટા અપરાધી  એમના કુટુંબીજનો છે. મારી નમ્ર વિનંતી દેશના તમામ કુટુંબને કે અપરાધીને બચાવો નહીં એમને સામે લાવો જેથી કોઈ દીકરીને નરાધમો ઊંચી આંખ કરીને પણ ના જોવે..


                       


              કોઈ દિવસ સાંભળ્યું કે કોઈ નેતા, cm, pm, એ બળાત્કાર જેવી બાબત પર ધરણા કર્યા કે આંદોલન કર્યું..?? બસ એક  ટ્વિટર પર પોસ્ટ મુકી ને દુઃખ લાગ્યું... આપી દીધા થોડા પૈસા એટલે બધુ પૂરું, ચાર દિવસ રાજકારણીઓ હોબાળો કરશે એ પણ પોતાની પાર્ટી ના સ્વાર્થ અને પબ્લિસિટી માટે.



                        આપણે થોડું વિચારવા જેવું છે કે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે જ આવી દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. એ પણ એ જગ્યા એ જ્યાં થોડા સમયમાં  ચૂંટણી થવાની છે. આ રાજકારણમાં તો એવું ચાલ્યા કરે છે અને મોટી પોઝિશનમાં હોવાથી કાનૂન પર દબાણ કરે એટલે બળાત્કાર ને બીજું નામ આપી દેવામાં આવે, અને મોતનું પણ. ક્યારે કોઇ નેતા બોલ્યા કે કાનૂનમાં બદલાવની જરૂર છે? નહીં કેમ કે એ બધા ને આમાં ફાવી ગયું છે.


                        ચૂંટણી આવે એટલે આંખો બંધ કરીને જાહેર સભા કરશે ત્યારે ક્યાં જાય છે જનતાનું સ્વાસ્થ્ય?? ક્યાં જાય છે એ બળાત્કારની વાત? કોઈ ત્યારે તો સભામાં બોલતું નથી કે દેશમાં આ કાનૂન બદલવું જોઈએ ખાસ કરીને સ્ત્રી માટે એની સેફ્ટી માટે. ક્યાં જાય  નેતાઓ આ બળાત્કારની ઘટના સમય? કેમ કોઈ એવું નથી કહેતા કે અમારી પાર્ટી જીતશે તો એક પણ બળાત્કાર નહિ થાય? છે કોઈ જવાબ? તો આપો એવા માણસો ને વોટ જ ફક્ત બોલે છે કાંઈ કરતા નથી..બદલાવની જરૂર સૌથી પહેલા આપણે જ છે.. 


       


                                   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ