વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવનની ડગ

કેમ કરવી સરખામણી શ્રી હરિની ભક્ત વગર,
સાધના કરવી પડે  છે જીવ  માફ્ક ડગ્યા વગર.

જિંદગીની  ગાડી  આખરે  તો હરિહર  હાથમાં ,
ભૂમિ પર કપાયેલ પતંગ શે ચગશે મરજી વગર.

હૃદયની તૃપ્ત લાગણીનો હોય સંબંધ આંસુમાં,
તે  છતાંયે  વિરહમાં  ભીંજાય  છે  ડૂબ્યા વગર.

આમ  સ્પર્ધા  તો નથી મારે  નરસૈંયા ને મીરાંની,
પ્રભુ પ્રીતિની પરીક્ષા  જીવનની ડગ માંડ્યા વગર.

આંતરિક  ભક્તિથી થઈ હું તરબતર કળિયુગમાં,
બંધ નહીં કરું આંખો હવે હું દર્શન ભાળ્યા વગર.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
વડોદરા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ