વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર.મા ને

વહાલી માં,
મારી જગદ્જનની વહાલી મા..અંબા,

     " રક્તબીજવધે  દેવી ચંડમુંડ વિનાશિની
       રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ."


       આહા..!."માં" તું મને રૂપ આપ .જય આપ.યશ આપ.  કામ ક્રોધાદિનો નાશ કર.


    પણ માં, હું જીવીત હોઈશ ત્યારે તું આપી શકીશ ને! ઓ..માં.. જગતજનની હું જગતમાં અવતરું તે પહેલા જ મારો નાશ કરવામાં આવે છે.


     શું કહું માં? આ ધરતી પરની સ્ત્રીની કરમ કથની!

   જ્યાં તારી પૂજા થાય છે. ત્યાં જ મને દૂધપીતી કરાય છે.

      આ સમસ્ત સૃષ્ટિનો ભાર મારા કંધે નાખી, મને હડધૂત કરાય છે. મારા ઉત્પન્ન કરેલા બાળકો, મારા જ નરબાળકો, હું માત્ર તેના ઉપભોગનું સાધન હોઉ તેમ સરેઆમ મારી ઈજ્જત લુટે છે. આ ઈજ્જત લૂંટનારાને સમાજમાં ઊંચું સ્થાન અપાય છે .


        વાત આટલેથી જ નથી પતતી..માં..!

      વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે .તારા આશીર્વાદથી ધન, સંપત્તિ સુખ વધ્યા છે. પરંતુ યુગો પહેલા દ્રૌપદીની જેવી હાલત હતી તેવી હાલત અત્યારે છે. ભારત હોય કે યુરોપ, સ્ત્રીએ સહમી સહમીને, નજર નીચી કરીને જીવવાનું હોય છે. હવે તો ગર્ભ પરીક્ષણ કરી, મને.. મારા  આવા અમથા નાના દેહને.. ગર્ભપાત કરાવી, કચરાના કુંડામાં ફેંકી દેવાય છે. જાણે હું નિર્જીવ ઢીંગલી હોઉં!પણ" મા" માનીશ? આ કરનાર કોણ છે? ખુદ એક સ્ત્રી છે! આ સ્ત્રી એટલે બીજું કોઈ નહીં. પણ તે "સાસુમાં "તરીકે ઓળખાય છે. તેને માત્ર દીકરો જ જોઈએ. વંશ માટે પુરુષ જોઈએ!

     હે માં! જગતજનની! અસુરો, શેતાનોને તો રક્તબીજ ની માફક લોહી પી, તેને મારી નાખવા સક્ષમ છું. પણ આ "માં" તરીકે જ મારૂં ખૂન કરનાર સ્ત્રીને હું કઈ રીતે હણું?

      નવરાત્રીના નવ નવ દહાડા "માં" તારી આરાધના કરીને પણ ઘરની વહુ દીકરી પણ અત્યાચાર કરતી "સ્ત્રીને' સદબુદ્ધિ આપ!

      મહિસાસુર ,ચંડ મુંડ જેવા રાક્ષસોને તું સ્ત્રી થઈ એકલે હાથે સંહાર કરી શકતી હોય તો ! આ ધરતી પરની સ્ત્રીને પણ એવા આશીર્વાદ આપ કે તેનામાં એટલી શક્તિ, એટલો આત્મવિશ્વાસ આવે કે પોતાના શરીર ,પોતાના જીવન સાથે ખેલનાર રાક્ષસનો  પળવારમાં વધ કરી શકે.

       "  મા" આજે એક નહીં બેઉ માને વિનંતી કરી છે. એક દીકરીની મા કાલે તેની વહુની સાસુમાં છે. માં તારા આશીર્વાદ સદાય તારા બાળકો પર બની રહે.

                                લિ.
            ખૂબ ખૂબ હજી ઘણું કહેવું છે. એટલું બધું મનમાં ભરેલું છે. એ કહેવાની તક જલ્દી લેનાર તારી દીકરી.. પ્રેમાળ યાદ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ