વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવી ગઈ છે હોળી

કવિરાજા! કવિરાજા! હવે કાગળ કલમને છોડો,

ઉપાડી લો રંગ ભરેલી પિચકારી કે આવી ગઈ છે હોળી.


ભાતભાતનાં! જાતજાતનાં! રંગ લઈને નીકળ્યાં છે ખેલૈયા,

તમે પણ લઈ લો હાથમાં ગુલાલ કે આવી ગઈ છે હોળી.


છેલછબીલી! રંગરંગીલી! ગોરી રાહ જુએ છે તમારી,

ભરી લો રંગ હૈયા કેરી પિચકારીમાં કે આવી ગઈ છે હોળી


અલબેલી!મનચલી! રુઠેલી કિસ્મત હવે ચમકી છે તમારી,

વધાવી લો જીવનના રંગોથી તેને કે આવી ગઈ છે હોળી.


રંગબેરંગી! ફૂલગુલાબી! હોળી છે પ્રેમનો ફાગણિયો તહેવાર,

ભૂલી જાઓ મનનાં દ્વેષો, કરી લો પ્રેમ કે આવી ગઈ છે હોળી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ