વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભરત ચકલાસિયા

    હંમેશા મોજીસ્તાનમાં રહેતા અને જેમણે કરોળિયાની જેમ પોતાની હાસ્ય અને સામાજિક વાર્તાઓનું જાળું પાથર્યું, જેમાં એકવાર ફસાઈ જનાર માથાભારે વાચક પણ તમે ઘરમાં આવો એવું કહેનાર પત્નીને પણ મનોમન કહી દે કે ના હું અહીંથી નહીં ભાગું.

નાનપણમાં સોટી વાગે સમ સમ વિદ્યા આવે ઘમ ઘમને ન્યાયે ભણનાર ભરતભાઈએ કોલેજનો સમય કોઝી કોર્નર ઉપર વિતાવ્યો, બાકી બધાનું ગમે તે થયું હોય તે ક્યારેય સંતોષ સાઢિયારને જોઈને પ્રેમઅગનથી નથી પીડાયા. પરમજ્ઞાની પમલા અને ડૉ. ઘોડાસાહેબની સલાહથી આગળ વધતા રહ્યા. પ્રેમીપડોશી હરિલાલ હડદાએ હંમેશા દલાની દગડાઈ સામે તેમનો સાથ આપ્યો. હાથફેરો કરવા આવેલા ગણપત ગઠ્ઠાને ખુશાલદાસ સાથે બઝાડી દીધો અને તેણે ઉભી કરેલી લંકાનું દહન કર્યું. તેમનું પરાક્રમ જોઈને પંથુભા પણ હરખાઈ ઉઠ્યા અને લાલની ટાલ ઉપર હાથ ફેરવવા લાગ્યા.

તેમણે એ પણ એકરાર કર્યો કે તેમને રોશનલાલની રમું ગમી હતી પણ વજનદર વજુ અને જેના કાનમાં કણુ હતું એ કનુલાલે બાપુજીના ઓઠાં હેઠળ કહેવડાવ્યું ચકલાસિયા ચલો સાબ બુલાતા હે અને તે વખતે થોડો સમય જીવનનો સ્વાદ ગુમાવી બેઠા. પછી તેમને યાદ આવ્યા બાળપણના બખાળા અને સાભળેલી મહાભારતની વાર્તા અને તેના રહસ્યો.   તેમણે સાહેબને કહીં દીધું આઈ ડોન્ટ નો એન્ડ આઈ કાન્ટ સ્પીક નાવ, હું હજી જીવું છું અને એ મારા દિલની દોલત છે.

સમજદાર સાહેબે તે બંનેને ખખડાવ્યા અને કહ્યું હવે તમે મરો લાજી અને ભરતનો પીછો કરવાનું છોડો. પ્યાસી પરણેતર ભલે નાતરુ કરે પણ અમારો ભરત નહીં પલળે. એને ખબર હતી કે આવું થશે એટલે જ એ દરેક ફીક્રને પોતાની લેખનીના ધુમાડામાં ઉડાડી દે છે. તેની લેખનીના વરસતા ઝરમર વરસાદમાં ભોગીચંદ  ભલે બસમાં બેસી જાય પણ બાકી લોકો આનંદ અનુભવે છે.

ભરતભાઈએ કહ્યું મને એ ક્ષણ યાદ છે જ્યારે હું હતો અને એ હતી પણ હવે અમે બંને છીએ. લખું છું અને લખતો રહીશ.

રોશનલાલની રમુ ગમી એટલે વજનદાર વજુએ બળદોની બાજી લગાવી. એ જોઈને હસમુખ હવાલદાર હરખાયો કે આખરે મેળ પડ્યો ખરો. આ પહેલાંના કામોથી કંટાળ્યો હતો, યમરાજનોય કોર્ટમાં ના ટેસ્ટ કર્યો હતો અને રધુને રસી અપાવી હતી પણ એમાં કોઈ લેણદેણ ન થઈ એટલે ગિન્નાયો હતો.
તેને ખબર હતી કે વજુ સાવ ચીકણો છે, દોઢસો વિઘાનો ખાતેદાર હોવા છતાં એની પાસેથી કંઈ છુટતુ નહોતું એટલે બીજી તરકીબ અજમાવી બાબુલાલને બોલાવી બાટલો આડો કર્યો અને તેનું સ્વાગત કર્યું. વિનુ પાસે વજુનો વિમો કઢાવ્યો અને તેની પાસે કટકી કરી. તે પછી હસમુખ હવાલદારે સિયાવર રામચંદ્રની જેય બોલાવી અને ખડખડાટ હસતાં ઘરે નીકળી ગયો.
નીકળતાં પહેલાં પૂછ્યું, "તમને ચ્યમ લાગે છે?"
વજુને બિયારણ લેવા માટેના પૈસાથી વિમો લેવો પડ્યો એનો પસ્તાવો થયો. તેની પાસેથી કોઈએ પૈસા કઢાવ્યા એનું કલંક લઈને એણે સિગરેટ સળગાવી અને ફરી વાઘ ન થવાનાં સોગંધ ખાઈને ફિકરને ધુવામા ઉડાડીને ચાલતો થયો.
તેણે ત્રણ ચોરને હસમુખ અને વિનુને સબક શીખવાડવા સોપારી આપી અને આગળ શું થાય છે તેની રાહ જોવા લાગ્યો.

આમ આ મોં માથા અને મેળ વગરની વાર્તા પુરી થાય છે. મેં ભરતભાઈને પુછ્યું, "આ વાર્તા કેવી છે?" તો તેમણે કહ્યું,"મહેતા, તું હજી બવ કાસો સે."


     જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ