વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોનાનો વધતો વ્યાપ; શું લોક-ડાઉન સિવાય કોઈ ઈલાજ છે?

કોરોનાનો વધતો વ્યાપ; શું લોક-ડાઉન સિવાય કોઈ ઈલાજ છે?

કોરોનના વિસ્ફોટ ને નાથવાના તમામ પ્રયતો નિષ્ફળ ગયા છે. જવાબદારી ભર્યું વર્તન આપણે નથી કરી શક્યા. નથી આપણને માસ્ક પહેરવો, નથી કારણવગર ટોળા ભેગા કરવામાં આપણને કોઈ વાંધો આવતો. થોડો સમય પણ આપણે સામુહિક પ્રસંગો વગર રહી શકતા. ચૂંટણીમાં મોટી સભાઓ, રોડ શૉ વગર રાજકારણીઓને કે પ્રજાને નથી ચાલતું. લોકડાઉનની ઘાતક અસરો આપણે જોઈ ગયા છીએ અને છતાં પણ લોકડાઉન તરફ ઘસડાઈ રહ્યા છીએ.
આનો એક જ ઈલાજ છે અને તે છે મોટા પાયે ઝડપી રસીકરણ કરવું., ફરજીયાત માસ્ક પહેરવો અને સામાજિક દુરી જાળવવી
હાલમાં અમેરિકાએ ઝડપી રસીકરણનો પ્રયોગ સફળતા પૂર્વક કર્યો છે. નવી સરકાર આવ્યા પછી તેઓએ મોટાપાયે રસીકરણ શરુ કરી દીધું છે અને ટૂંકા ગાળામાં અમેરિકાની ત્રીજા ભાગની વસ્તીનું રસીકરણ થઇ ગયું છે. ત્યાં રોજની ચાલીસ લાખ થી વધુ રસી આપે છે. મોટા ફૂટબૉલ સ્ટેડિયમ ને રસીકરણ કેન્દ્રમાં રુપાંતરિત કરી ત્યાં સેંકડો લોકોને રસી આપવામાં આવે છે. અમેરીકામ દરેક મોટી દવાની દુકાનોમાં રસી લઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તે લોકોએ એક પડકાર ઝીલ્યો છે કે અમેરિકાના સ્વાતંત્ર દિવસ, ચોથી જુલાઈ પહેલા તેઓ અમેરિકાની તમામ વસ્તીનું રસીકરણ પૂરું કરી કોરોનમાંથી પણ આઝાદી મેળવશે.
આ વાયરસને નાથવામાં જેટલો વધુ સમય લાગશે તેટલા સ્વરૂપો તે બદલી શકશે અર્થાત તેને એમ કરવાનો સમય મળશે. બીજી બધી બાબતોને ગૌણ સમજી આખા દેશની તમામ શક્તિ ઝડપી રસીકરણ પાછળ લગાડવામાં આવશે તો અને તોજ આપણે કોરોનાનાને મહાત કરી શકીશું. તમામ હોસ્પિટલો, ખાનગી હોય કે સરકારી, કોઈ નોંધણીની પડોજણ વગર જેને જોઈએ તેને રસી આપવાનું શરુ થાય અને રસીકરણ માટે લોકજાગૃતિના સઘન પ્રયત્ન કરવામાં આવે તો આ કાર્ય ભારત માટે પણ શક્ય છે.
આપણે શું શું કરી શકીએ
*હાલમાં વોર્ડવાઇસ રસીકરણનું આયોજન થયું છે તે ખુબ જ આવકારદાયક પગલું છે. જેમ ચૂંટણીને દિવસે જે લોકો મત આપવા નહિ ગયા હોય તેનું લિસ્ટ લઇ કાર્યકરો તેમને મત આપવા લઇ જાય છે તેમ સ્વંસેવકો જે લોકો એ રસી ના લીધી હોય તે લોકોને રસી કારણ માટે જવાનું સમજાવે તો રસીકરણના કાર્યને ઘણોજ વેગ મળશે.
* સહજ રીતે અને વિજ્ઞાનિક રીતે જોઈએ તો રસીથી બીવાનું કોઈ કારણ નથી. માત્ર ભારત દેશમાં લગભગ નવ કરોડ લોકોને રસી અપાઈ ગઈ છે. આખા વિષ્વમાં તો લગભગ ઓગણોસિંતેર કરોડ જેટલા લોકોને રસી અપાઈ ગઈ છે. દર રોજ દોઢ કરોડ લોકોને રસી અપાય છે. જૂજ કિસ્સાઓ સિવાય ક્યાંયે કોઈ મોટી આડ અસર જોવા નથી મળી. એકાદ બે દિવસ સામાન્ય તાવ આવવો કે શરીર કે માથું દુખવું જેવી મામુલી આડ અસર સિવાય કોઈને કશું થતું નથી. માંડવીથી મોટર માર્ગે અમદાવાદ કે મુંબઈ જવામાં જેટલું જોખમ છે, તેનાથી પણ ઓછું જોખમ રસી લેવામાં છે. કોઈક સમાજવિરોધી અને લોકોને હેરાન થતા જોવામાં આનંદ માણનારા લોકો સોશ્યિલ મીડિયા પર રસી વિરોધી વાતો લખે છે જે સદંતર ખોટી અને ભ્રામક છે મહેરબાની કરી એ વાતોને વાંચો નહિ, માનો નહીં અને તેનો ફેલોવો કરો નહિ.
* યાદ રાખીએ કે પ્રથમ રસી લીધાને એક થી દોઢ મહિને બીજી વાર રસી લેવાની હોય છે અને બીજી રસી લીધા પછી પંદર દિવસ રહીને તમારા શરીરમાં અસરકારક રોગ પ્રતિકાર આવે છે. તેથી બને તેટલી સત્વરે રસી લો કે જેથી તમારામાં સમયસર રોગ પ્રતિકાર આવી જાય.
* યાદ રાખીએ કે હાલના સંજોગોમાં અને સંશોધનોમાં કોરોનાની રસી લેવા સિવાય આપણી પાસે તેની ઘાતક્તા ઘટાડવાનો કોઈજ અસરકારક ઈલાજ નથી.
* હવે એ પુરવાર થયું છે કે રસિલીધા પછી મોટા ભાગના લોકોને કોરોના થતો નથી, જે થોડા લોકોને થાય છે તેઓમાં કોરોનનાની ઘાતક્તા ઘણી જ ઓછી હોય છે. હોય છે, રસી લીધેલા કોરોનાના દર્દીનું કોરોના કારણે મોત નથી થતું કે નથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા,
* આપણે અને તમામ લોકોએ ફરજીયાત માસ્ક પહેરવો જોઈએ. એ કોરોના થતો રોકવાનો સહુથી કારગર ઈલાજ છે. એ તમારા પ્રત્યેની અને સામુહિક સમાજ પ્રત્યેની જવાદારી છે. લોકોએ સમજવાની જરૂર છે કે તેઓ કાયદાથી પર હોઈ શકે પણ કોરોનાથી પર નથી. માસ્ક નહિ પહેરી તમે પોલીસમાંથી છટકી શકશો, વટ પણ મારી શકશો પણ તમને કોરોના થતો રોકવાનો શ્રેષ્ટ ઈલાજ નહિ કરવાનું જોખમ વહોરશો.
* જરૂરી કારણ વગર બહાર નીકળવાનું ટાળીએ. બને ત્યાં સુધી કોઈપણ સામાજિક પ્રસંગોમાં જવાનું ટાળીએ. લગ્નમાં લોકોને ભેગા કરવાનું ટાળીએ. સાંજે
ટોળ ટપ્પા કરવા પાન ખાવા ભેગા થવાનું ટાળીએ. સામાજિક દુરી અર્થાત બે વ્યક્તિ વચ્ચે છ ફુટનું અંતર જાળવવાનો સંનિષ્ટ પ્રયત્ન કરીએ.
* કોઈપણ હિસાબે જાહેરમાં થૂંકવાની ચેસ્ટા ના કરીએ. તે એક અપરાધ છે અને સામાજિક બેજવાબદારી છે.
*બહારથી ઘરે આવી સાબુથી હાથ ધોઈએ, બહારની કોઈ પણ વસ્તુને અડ્યા હોઈએ તો પણ સાબુથી હાથ ધોઈએ. સેનિટાઇઝર પણ ઉપયોગી છે પણ જો તે લગાડ્યું હોય તો સાબુથી હાથ ધોયા વગર ખોરાકને અડવું નહિ કારણકે તેમાં મીથાઇલ આલકોહોલ નામનું ઝેરી તત્વ હોઈ શકે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ