વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાઈજીકી હાઈકુમાળા-૧

સાઈજીકી હાઈકુમાળા-૧


🌴🌺🌴🌺🌴🌺

(૧)


નિર્ધન જીંદગી

અલગારી

બની

ડુબે લાલચી લોકો..!


(૨)


મૌન શબ્દોતણો

કલરવ

ગુંજે

દેહે બેઠું ઘડપણ..!


(૩)


શરદ ચાંદની

શણગાર

શ્વેત

વ્યોમતણાં વાદળઓ..!


(૪)


બેસુરી જીંદગી

પાનખર

બની

કોઈ ચુંદડી નોધારી..!


(૫)


સ્નેહનાં રંગોથી

ઉભરાતું

દિલ

ખુશીઓની સરગમ..!


એકાંતની કલમે..📝


🌴🌺🌴🌺🌴🌺


જયંતિલાલ વાઘેલા (એકાંત)


સાઈજીકી હાઈકુ : (6,4,2,8)

જાપાનીઝ કવિ ક્યોશી તાકાહામા એ (૨૦)અક્ષરોની સાઈજીકી પ્રકારની રચના રજુ કરી છે.જેમાં (૬-૪-૨-૮) અક્ષરોની ચાર પંક્તિઓ હોય છે અને છેલ્લી પંક્તિમાં ચોટ હોય છે.બાકીના નિયમ હાઈકુની જેમ જ  અનુસરવાના હોય છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ