વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા ગુજરાતની ઓળખ

મારા ગુજરાતની ઓળખ


જ્યાં ઘૂઘવતો દરિયો સોમનાથ મહાદેવના પગ પખાળતો હોય,


જ્યાં આઠેય પટરાણીઓનાં નાથ એવા દ્વારકાધીશનું રાજ હોય,


જ્યાં ગબ્બરના ગોખલે માં અંબાના હૃદયસમી અખંડ જ્યોત ગુજરાતમાં અજવાળા પાથરતી હોય.


જ્યાં પ્રતાપી રાજાઓની વિજયી કિર્તી ફેલાવતું વડનગરનું કીર્તિ તોરણ હોય,


જ્યાં ભગવાન શિવને સમર્પિત એવો ભવ્ય અને જાજરમાન રુદ્રમહાલય હોય, 


જ્યાં એકતા અને અખંડિતતા ના  શિલ્પી એવા સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઑફ યુનિટી હોય,


જ્યાં ગરબા એ તહેવાર નહિ પણ હૃદયનો ધબકાર છે,


જ્યાં જલેબી ફાફડા માત્ર નાસતો જ નહિ પણ મહેમાનગતિ નો આવકારો હોય,


જ્યાં છાશ અને અથાણાં વગરનું વાળું (ભોજન) ન હોય,


જ્યાં અંગ્રેજી પણ ગુજરાતી સ્ટાઈલમાં બોલાય છે જેમ કે થેંક યુ હો...


જ્યાં ગેસના સિલિન્ડર ને બાટલો કહેવાય છે,


જ્યાં ઘરે હોટલ જેવું જમવા જોઈએ અને હોટલમાં ઘર જેવું જમવા જોઈએ.


આભાર


ગુજરાત સ્થાપના દિનની ખુબ શુભેચ્છાઓ


Vishakha Mothiya

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ