વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પહેલું ઘોડિયું

માતા બનવું એટલે કુદરતના અનુપમ વરદાનની પ્રાપ્તિ કરવી.ખરેખર એ અહેસાસ એટલો રોમાંચીત અને મખમલી હોય છે કે એ સમયે થતો દરેક સળવળાટ જીવનું  શિવ સાથે મિલન હોય તેવું અદ્વિતીય સુખ પ્રાપ્ત કરાવે છે.તેનું વર્ણન  માટે તો આખો ગ્રંથ ટુંકો પડે .આ પળે જ કોઈ પણ સ્ત્રી સંપૂર્ણ સ્ત્રી બને છે.માતૃત્વના એ અવિસ્મરણીય અહેસાસ મે  મારા શબ્દોમાં વર્ણવ્યા છે.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹



પ્રેમનો ફણગો ફૂટ્યો મારા ઉદરમાં.

તારા આગમનની ખુશી લહેરાઈ મારા રોમરોમમાં..


રોજ અવનવા અહેસાસ જાગે મારા મનમાં

તારી ઊર્જાની લાલીમા ઉભરાઈ મારા તનમાં...


કેટ કેટલાય સપના સંજોવ્યા મે મારી આંખોમાં...

મોજા,સ્વેટર ગુંથી વિતાવું દિવસો તારી રાહમાં..


રોજ રોજ નજરું ચોંટે મારી કેલેન્ડરમાં...

એક તારીખે વારંવાર અટકી હારખાવું હું મનમાં..


તારી સાથે વાતો કરી અજીબ ખુશી મળતી દિલમાં...

આખી આખી રાતો જાગતી તારા સ્પર્શની આહમાં...


કાચી કેરી જોઈ લાળો પડતી મારા મોમાં..

અવનવા ચટાકા જાગતા મારી  જીભમાં...


એક એક દિવસ વિતાવતી તને જોવાની બેચેનીમાં...

ભૂલતી દર્દ સઘળું તારી કિલકારી સાંભળવાની ઉત્સુકતામાં


ખૂબ સુંદર પારણું સજાવ્યું તારી પ્રતીક્ષામાં...

મારા હૈયે ચાંપી થઈશ ધન્ય એ આશમાં...


ભુલાશે વેદના બધી તારા ઝાંઝરના ઝણકારમાં ..

થશે અપાર ખુશી લઈશ જ્યારે તને હું મારા આગોશમાં..


રામાયણ ,શિવાજીની વાતો શીખવીશ તને હું મારા ગર્ભમાં..

થઈશ તું ખૂબ વિર અને કરીશ રોશન નામ તારું આ દુનિયામાં..


નવ માસ સુધી શીખવીશ મૂલ્યો ગર્ભ સંસ્કારમાં..

થતો અનેરો રોમાંચ તારા દરેક સળવળાટમાં...


કેમ કરીને વર્ણવું એ નવ માસના અહેસાસ મારા શબ્દોમાં..

તારા આવ્યા પહેલા બંધાઈ હું લાગણીના અનોખા બંધનમાં..


આખરે વીત્યા એ નવ માસને પાડી ચીસો પ્રસવની પીડામાં..

તને ગોદમાં લેતાં ભૂલી હું બધી પીડા ખોવાઈ તારા મનોહર મુખમાં...


થાવ કુદરતના શરણે કૃતજ્ઞ આપ્યા આશિષ માતૃત્વના મારા નસીબમાં...

આંખે હરખની હેલી ઉભરાઈ એ અવિસ્મરણીય પળમાં..


Bhumi Joshi "સ્પંદન"

22/4/2021


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ