વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હવે

ધારણાંથી વધુ ધારવું છે હવે,

સ્વપ્નને શબ્દમાં ઢાળવું છે હવે.


આંખના પોપચાને કહે નાવડી,

ખારવો શોધવા આવવું છે હવે.


કેટલી સાંધવી રોજ આ જિંદગી,

આખરી થીંગડું મારવું છે હવે.


ઝાડવું યાદનું વાઝણું થઈ ગયું,

મૂળને ચોતરફ બાળવું છે હવે.


યુદ્ધ ઇચ્છા તણું ચાલતું ભીતરે,

કલ્પને જીતથી હારવું છે હવે.


        કલ્પેશ બારીઆ 'કલ્પ'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ