વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાલિયો લૂંટારો

હોસ્પિટલના બિછાને સૂતેલા,
અસહ્ય વેદનાની કણસતા,
માનવીને...
તેના કુટુંબીજનોની લાગણી
સાથે ગંદી રમત
રમનાર...
થોડા રૂપિયા ખાતર
માનવવધ જેવું અધમ
કૃત્ય કરનાર,
નકલી દવાઓ વેચનાર
આ વાલિયા લૂંટારાને
પૂછો...
તારા આ અધમ ,નીચ કૃત્ય કે
પાપમાં..
તારા કુટુંબીજનો સહભાગી થશે?
પૂછ તારા કુટુંબને..
કુદરતની સજામાં ભાગ પડાવશે?
ઓ...
વાલિયા લૂંટારા!
આંખ ખોલ.
ઢંઢોળ તારા આત્માને..
જો...
વાલિયા લૂટારામાંથી
વાલ્મીકિ બનવાની
તક
તારી સામે જ વહી જાય છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ