વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિષ્પ્રાણ તું થાય નહી

પડછાયો છે પણ કશે દેખાય નહી,

આસપાસ છે પણ નજરબંધ થાય નહી,


એની ધૂનમાં તું નાચે,

નાચે પણ મનમાં,

વિચારે છે કારણ,

પણ કારણ અકારણ,

મૂંઝાવે તને મનમાં,


નચાવે છે તુજને  પણ નૃત્યકાર નહી,

ભાસ છે પણ કોઈને કહી શકાય નહી.


તારા શ્વાસોની ડોર,

ડોર હાથમાં છે એના,

તાર ખેંચી માણે સંગીત,

ગીત સુરના એ ઉરમાં,

સંભળાવે તને મનમાં,


ડૂમો ભરાય પણ કારણ જણાય નહી,

શ્વાસ રૂંધાય પણ કોઈ નિશાન નહી.


કઠપૂતળીનો ખેલ,

ખેલ મિથ્યાનો સંગ,

ખેલી બાંધે છે ડોરી,

ડોર બાંધે તન મનમાં,

છટપટાવે તને મનમાં,


બાંધે છે તુજને પણ ડોર દેખાય નહી,

પ્રાણ હરે પણ નિષ્પ્રાણ તું થાય નહી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ