વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગામડું

કંઈક તો વાત હતી આજ ના આ વાતાવરણમાં. પંખીઓના અવાજ સાંભળીને બે વર્ષનો કાવ્ય વહેલો જાગીને ફળિયામાં દાદા સાથે રમવા લાગ્યો. વળી ફળિયામાં આવીને બેસેલા મોરને જોઈ એને પકડવા દોડતો, કાવ્ય આજે ખરેખર પોતાના બાળપણના દિવસો જીવી રહ્યો.


ઘરમાં ચાલી રહેલું વલોણું, આજે વધારે ઉત્સાહમાં ચાલી રહ્યું હતું. વલોણાનો અવાજ ઘરમાં ગુંજી રહ્યો હતો. ધીમેથી સૂર્યના કિરણો ફળીયામાં પથરાતા ગયા અને પંખીઓ નો અવાજ ધીમો પડવા લાગ્યો. બાજુમાંથી નીકળેલા ભરવાડના ધણનો અવાજ વધતો ગયો. જેમ જેમ અવાજ વધતો ગયો કાવ્યને એને જોવાની ઇચ્છા ઘરના ડેલા પાસે ખેંચી લાવી.


દાદાના ખંભે બેસી કાવ્ય, ગાય અને ભેંશુના ઘણને જીવનમાં પહેલીવાર જોઈ રહ્યો હતો. પાછળ બકરી અને ઘેટાં પણ આવતા જોઈ દાદાના માથે જ તબલા વગાડવા લાગ્યો. કાવ્યની કાલી ઘેલી ભાષાથી દાદા-દાદાથી ઘર ગુંજી વળ્યું.


ઓરડાંમાંથી આવેલ રમેશ પોતાના દીકરાને આટલો ખુશ કયારે જોયો નહોતો. રિયા પણ એને જોઈ ખુશ હતી. લોકડોઉનમાં મુંબઈમાં મહિના સુધી રૂમમાં કેદ રહ્યા પછી ગામડે આવી શાંતિ મળી.


"

પપ્પા, કાવ્યને તો અહીં ફાવી ગયું લાગે...."રિયાના શબ્દો સાંભળી રમેશ બોલ્યો.

"ગામડું કોનું ?"

અને બધા હસી પડ્યા..


પારસ બઢીયા.

મો.૯7૨3૮૮૪7૬3.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ