વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માવડી વસુંધરા

                      બાળગીત

                    ' માવડી વસુંધરા '

ઘુમતી ઘુમતી જાય, 

             માવડી વસુંધરા ઘુમતી જાય

વિષ્ણુની પત્ની એ તો જગતકલ્યાણી,

કામધેનુ રુપા એને દેવોએ વખાણી,

નવે ગ્રહોમાં વર્તે એની આણ, 

             માવડી વસુંધરા ઘુમતી જાય.

સૂરજની રોજ એ તો પરકમ્મા કરતી,

બાર બાર મહિના એ તો ઘૂમે મલપતી,

એનાં ઘુમવાથી રાત દિવસ થાય, 

              માવડી વસુંધરા ઘુમતી જાય.

ચંદ્રમા ને ધરતી પર પ્રીત બહુ ભારી,

ઓઢાડે રાત્રે એને રૂપેરી સાડી,

મહીં તારલિયાની ચમકે ઝાંય, 

             માવડી વસુંધરા ઘુમતી જાય.

એનાં ઉત્તુંગ શિખરોથી નદીઓ છે વહેતી,

લહેરો સમુદ્રોની વેગે ઉછળતી,

સાત ખંડોમાં વિસ્તર્યો એનો વ્યાપ, 

              માવડી વસુંધરા ઘુમતી જાય.

એની ઉત્તર દખ્ખણમાં બરફ બહુ ભારી,

વિષુવવૃત્ત પર ગરમી બહુ અકારી,

પુરવ  પચ્છમ માં ઋતુઓની લ્હાણ, 

              માવડી વસુંધરા ઘૂમતી જાય.

જીવ સૃષ્ટિની એ તો છે ધાત્રી,

ભાર સર્વેનો એ તો પોતે રે વેઠતી,

તો યે મહિમા ન પોતાનો ગાય, 

               માવડી વસુંધરા ઘુમતી જાય.

એને રે ગમતી લીલુડી સાડી,

માંહી ગૂંથી ફળ, ફૂલ, વેલો ની જાળી,

સજે રોજ એ તો નિત નવા સાજ,

              માવડી વસુંધરા ઘુમતી જાય.

એ ધન ધાન્ય,ખનીજને રત્નોની ખાણ છે,

એનાં વાયુમંડળમાં રક્ષિત સૌનાં પ્રાણ છે,

કરજો રુડી પેરે રે એની ભાળ, 

              માવડી વસુંધરા ઘુમતી જાય.

                       - ભારતી વડેરા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ