વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળપણની યાદ - 2

આ 2010ની વાત છે જ્યારે હું ધોરણ 8મા અભ્યાસ કરતો હતો. તે સમયે મારો એક ખાસ મિત્ર સત્યજીત મારી સાથે જ અભ્યાસ કરતો હતો. તે મારા ગામમાં જ રહેતો હતો. સ્કૂલ સિવાયના બાકીના સમયે તે મારા ઘરે જ રહેતો. તે સમયે અમે બંને સાથે ટીવી પર કાર્ટૂન જોતાં કે પછી હોમવર્ક કરતાં. પણ અમે સાથે મળીને કોઈ કામ કરતાં હોય તે મારી બહેનથી સહન થતું નહીં.


 એટલે કોઈ વાર મારી બહેન વિલનનું કામ કરતી. તે સત્યજીતને કોઈ બહાનું કાઢીને ઘરે જવા માટે કહેતી કે પછી સત્યજીતને પોતાનું હોમવર્ક કરવામાં મદદ કરવા માટે કહેતી. પણ એકવાર મે અને સત્યજીતે તેનો બદલો લઈ લીધો.


એક દિવસ મારા મમ્મી પપ્પા ઘરે નહોતા ત્યારે સત્યજીત મારા ઘરે આવ્યો. બપોરનો સમય હતો અને શુક્રવાર હોવાથી લાઇટ નહોતું. એટલે ટીવી બંધ હોવાથી હું હોમવર્ક કરતાં કરતાં મારા મનપસંદ કાર્ટૂન Ben10 નું હિન્દી સોંગ બોલતો હતો એટલે મારી બહેન ઘરકામ કરતાં કરતાં મારી સાથે તે સોંગ  ગાવા લાગી.


પણ મારું ધ્યાન મારી બહેન તરફ ગયું નહીં. પણ સત્યજીતે આ સાંભળીને મને ચૂપ થઇ જવા માટે ઈશારો કર્યો એટલે મે આગળ બોલવાનું બંધ કરી દીધું પણ મારી બહેને તે આખું સોંગ પૂરું કર્યું. થોડી વાર પછી મે ડોરેમોનનું ગીત ગાવાનું શરૂ કર્યું એટલે મારી બહેને પણ સાથે જ તે ગીત ગાવાનું શરૂ કરી દીધું. આ વસ્તુ ચારથી પાંચ વાર રિપીટ કરી અને દરેક વખતે મારી બહેન આખું ગીત પૂરું કરતી. ફક્ત કાર્ટૂન જ નહીં પણ કોઈ ફિલ્મનું ગીત હોય તે પણ આખું ગીત ગાઈ લેતી. પણ તેને આ વાતનિ ખબર રહેતી નહોતી.


ત્યાર પછી જ્યારે પણ મને કે સત્યજીતને કોઈ ગીત સાંભળવાનું થાય એટલે ફક્ત તે ગીતની એક જ લીટી બોલતાં અને આગળનું આખું ગીત મારી બહેન પૂરું કરતી. એટલે મારી બહેન એ ઘરનું સ્પીકર છે જે લાઇટ વગર ચાલે છે.


 સાચું કહ્યુંને વટાણી ?
????????????????????????


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ