વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરિયાદ ના કર.


આવરણ માયાનું ઓઢી રાખીને ફરિયાદ ના કર,
આવડે નહીં જો કાંચળી ઉતારતાં ફરિયાદ ના કર.

સુખની સુખડી ભાવે છે ખાય એકલી  મેથી વગર,
કરીને  આળપંપાળ  માંહ્યલાની  ફરિયાદ ના કર.

શોધવા  હરિને ભટક્યા કરે મસ્જિદ  મંદિરમાં ,
ઓળખ્યાં નહીં અંતરાત્માને ને ફરિયાદ ના કર.

મનુષ્ય જીવન દોહ્યલું ના જાણ્યો મર્મ ના કર્યાં કર્મ,
વીત્યું જ્યારે એળે ગયું ત્યારે હવે ફરિયાદ ના કર.

અધરામૃત કે ચરણામૃત મળતું નથી 'શ્રીકૃપા' વિના,
મોહમાયાના કેફમાં મદમસ્ત બની ફરિયાદ ના કર.

દીપ્તિ પટેલ'શ્રીકૃપા'
વડોદરા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ