વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા અનુભવો

મારા અનુભવો

    હું અત્યારે બી.ટી. સવાની કીડની હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં જોબ કરું છું. અત્યારે બધાંને ખબર જ છે કે પરિસ્થિતિ કેવી છે? પહેલા  નોન કોવિડમાં મારી ડયુટી હતી પણ સ્ટાફ ઓછો પડતાં મને પણ કહી દીધું કે ડયુટી તમારે કોવિડમાં ડયુટી કરવીજ પડશે.

    ઘરેથી ધણાને એવું હોય કે ના પાડે ડયુટી કરવાની અથવા તો જોબ છોડવા માટે કહી દે. પણ મારે આવું કશું જ ન હતું. મારા ઘરેથી મને મમ્મી અને પપ્પાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. મમ્મી પપ્પાનું એવું કહેવું હતું કે તારુ ફિલ્ડ જ આવું છે તો એમાં ડરવાનું શું? અને જો આવું વિચારી બધાં જોબ છોડી દે તો પેશન્ટની સેવા કોણ કરશે?

      ડયુટી પેલાં તો મને પણ એમ જ હતું કે આ કોરોના આવું બધું હોય પણ આ એટલું પણ ભયંકર ન હોય શકે એમ પણ હું સાવ ખોટી પડી.

      આ એવી પરિસ્થિતિ છે જે ખૂબ જ ભયંકર છે તમે વિચારી પણ ન શકો. પેશન્ટની હાલત જોય હું રડી પડું છું. કોઇક એમનાં દિકરાને મળવા તડપતું હોય છે કોઈ ઘરે જાવા માટે...ક્યારેક તો જોઈ ને એમ થાય કે બસ ભગવાન બંધ કર આ બધું હવે આ નથી જોવાતું...🙏

      ઑક્સીજન માટે માણસો કેટલાં તડપે છે..ગમે તેટલો ફુલ ઓક્સીજન રાખીયે તો પણ સ્ શ્વાસ નથી લઈ  શકતા અને છેલ્લે નાં છુટકે વેન્ટિલેટર કે એ baypep પર રાખવા પડે છે અને એમાં પણ spo2 એટલું મેઇન્ટિન થઈ જાય કે આપણને એમ થાયકે કેટલું સ્ટેબલ પેશન્ટ હતું ને 1 કલાકમાં તો પેશન્ટ ડેથ થઈ ગયું હોય?

      કેટલાંક ઓલ્ડ એઇજ ને આમ સમજવીયે ક્યારેક તો પેશન્ટ ખૉરામાં માથું રાખી ને રડે ને ત્યારે અમારાં આંખમાંથી પણ આંસુ આવી જાય છે એમ થાય કે અમે પણ કેવા લાચાર છીયે અમારાથી કાંઈ થઈ શકતું નથી.

         ઘણાં લોકોં એમ કહે છે કે અંદર ડૉક્ટર સ્ટાફ પૈસા લૂંટે છે કાંઈ હોતું નહીં તો પણ ડેથ જાહેર કરી દે છે આ વાત તદન ખોટી છે અમે પણ માણસ છીએ અને અમારામાં હજુ માણસાઈ જીવે છે.

       એ તો જે ડયુટી કરતું હોય ને એને જ ખબર હોય હાલત શું છે એ અમારાથી પણ આ નથી થાતું. માસ્ક કાઢીએ ને તો મોં પર નિશાન પડી ગયા હોય છે. ઘરે વિડિઓ કોલ કરવાનું કહે તો પણ બહાનું કાઢી ના પાડી દઈએ છીયે.

       બધાં પેશન્ટ પણ સરખા નઈ હોતાં કોઈ ક્યારેક ગુસ્સો કરી જાય તો કોઇક ક્યારેય માથે હાથ મુકીને આશિર્વાદ પણ આપી જય છે.

      અમે પણ એ લોકોની જેમજ હોય છે ક્યારેક કોઈ પ્રેમ થી માની જાય તો ક્યારેક કોંઈ નાં સારા માટે અમારે ખિજાવું પણ પડે છે. 

     છેલ્લે એટલું જ કહીશ be safe . Saty home and stay safe🙏

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ