વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મર્યા પછીનું શાણપણ

આજે ફરી એ જ માથાકૂટ મમ્મી પપ્પાને સમજાવવા નું કે રસી લેવાથી કઈ ના થાય.


એક ભાઈ ભગવાનના બોવજ મોટા ભક્ત, આખી જિંદગી ભગવાન ની ભક્તિ જ કરી. હાલ માં જ કોરોના મા એમનું અકાળે અવસાન થયું.


પણ માનવી જીવડો, સ્વર્ગ માં જઈને ભગવાન ને ફરિયાદ કરી કે શા માટે મને જ અકાળ મૃત્યુ પ્રભુ. તમારી ભક્તિ મા શું કચાશ રહી ગઈ. મે તો આપ ઉપર અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ રાખ્યો હતો અને મારી સાથે જ આવું.

તો ભગવાને કહ્યું કે મેતો તારી પાસે માસ્ક અને વેક્સિન સ્વરૂપે તારા માટે મદદ મોકલી હતી પણ તું જ ના ઓળખી શક્યો. તે એજ બધા અજ્ઞાની ની વાત માનીને એના પર અવિશ્વાસ કર્યો.


कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।


વ્યક્તિ એ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, એમણે એમના દ્વારા કરવામાં આવેલા કર્મો ના ફળની ચિંતા ન કરવી જોઈએ.


હું તો તને માર્ગ બતાવી શકુ પણ એ માર્ગ પર ચાલવું એ તો તારા પર નિર્ભર છે.


उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः।

न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥


[માત્ર મનના ઘોડા દોડાવ્યે નહિ મહેનત કરવાથી જ કામ થાય. સિંહ જો સૂતો રહે તો એના મોંમા શિકાર થવા હરણો સામેથી ન આવે.]


ઘરમાં રહો સુરક્ષિત રહો🏠

ડોક્ટર🩺 નું માનો, વોટ્સએપ બાબા નું નહિ

માસ્ક પહેરો, ટીકા લગવાઓ💉



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ