વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અજોડ માત

લાગણીનો સદા દરિયો રોજ રોજ છલકાવે..!!

સદા ઉર ભીતર સંતાપ છાની માની છુપાવે..!!

મન વચન સદા શિવમાં જીવ બની સમાવે..!!

હર જીવ સંગ જીવનમાં જીવી જીવ લગાવે..!!

કઠોર ભલે બનીને ઉરે વ્હાલ કરી હસાવે...!!

સૌ જગમાં ભર તાપે સદા છાયો બની સજાવે..!!

એવી ઉર ભીતર આશિષની  હેલી વરસાવે..!!

માત સદા હા સંસાર કેરા ઉચ્ચ પાઠ શીખાવે..!!

સ્થાન એનું પ્રભુ પાસ જગમાં અજોડ કહાવે..!!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ