વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો કેવું !!


પ્રણયનો સૂર વ્યક્ત કરીશ હું

શબ્દોને નવો કંઠ તું આપે તો કેવું..?

       તારી નજરને નીરખ્યા કરીશ હું

       પાંપણને આશરો તું આપે તો કેવું..?

સાગરના કાંઠે વહેતી રહીશ હું

તારા મોજાંથી કિનારો આપે તો કેવું..?

       નેણ ફફડાટ કરી રહ્યા છે મારા,

       પાંખોથી એને સહારો તું આપે તો કેવું..?

મોસમનો મિજાજ બદલાયો છે જરાક

પવનને નવો વેગ તું આપે તો કેવું..?

         મુસાફર છું આ અજાણ્યા રસ્તાની

         ઠોકર વગરનો વળાંક તું આપે તો કેવું..?

પારખીને સંબંધ ના રખાય,

જિંદગીને ગીરવે મૂકી તું સાથ આપે તો કેવું..?

        

- વિજીતા પંચાલ "જલધિ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ