વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્મશાન સુધી


પડછાયો પણ પોંહચી ન શક્યો છેક સ્મશાન સુધી,

ઘર માં બોજા જેમ જ રહ્યો છું છેક સ્મશાન સુધી.


પોતીકી એ સુવાસ છોડીને સત્કર્મો સાથ નિભાવશે,

વિજ્ઞાન ખોટું થર્યુ લોહી ન બન્યું છેક સ્મશાન સુધી.


ઝગડતો રહ્યો એક એક દિન ઈચ્છાઓને લઇ સાથે,

એકલો મલકાયો શમણું ન ફળ્યું છેક સ્મશાન સુધી.


ભરેલી જોળી હાથમાં લઇ ઘણું માંગતો રહ્યો મંદિરે,

ઈશ્વર ભજતાં ને ક્યાંય ન જડ્યાં છેક સ્મશાન સુધી.


મારું અહમ્ જ લઇને મને કિનારે આવતા ડુબી ગયું,

તરસતો રહ્યો હું ચારે ચાર ખભે છેક સ્મશાન સુધી.


ચેતના એ સળગી ગઈ ને વાર ન લાગી ઘરથી કાઢતાં,

સમજાવતા સદા મને થાકી પડ્યાં છેક સ્મશાન સુધી.


મારી સંસ્કૃતિ એ મને છાતી એ ચાંપીને સાચવી લીધો,

એકે વાત જીવતર ની ખોટી ન થઇ છેક સ્મશાન સુધી.


લુહારિયા બળદેવ મહેસાણા














ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ