વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ

ખૂટયા છે શ્વાસ હવે તો રહેમ કરો કૃષ્ણ,

ખૂટયા છે વિશ્વાસ હવે તો રહેમ કરો કૃષ્ણ,

ખૂટી દિલ ની દુવાઓ હવે તો રહેમ કરો કૃષ્ણ,

ખૂટી દુનિયા ની દવાઓ હવે તો રહેમ કરો કૃષ્ણ,

ખાટલાઓ ખૂટયા છે હવે તો રહેમ કરો કૃષ્ણ,

લાકડાઓ ખૂટયા છે હવે તો રહેમ કરો કૃષ્ણ,

સ્મશાનમાં જગ્યાઓ ખૂટી છે હવે તો રહેમ કરો કૃષ્ણ,

ખૂટી કબરો હવે તો રહેમ કરો કૃષ્ણ,

મંદિરો માં મોકળાશ લાગે છે હવે તો રહેમ કરો કૃષ્ણ,

મસ્જિદો ખાલી લાગે છે હવે તો રહેમ કરો કૃષ્ણ.....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ