વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભારતીય વિજ્ઞાન

ભારતીય વિજ્ઞાન!

લેખક: વિક્રાંત એસ. શાહ 


••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

આ લેખમાં નોંધાયેલી માહિતી મને આપ સમક્ષ રજુ કરતા ખૂબ આનંદ થાય છે. મે તો કેવળ લખ્યું છે. મારા થોડા વિચારો સાથે સદગુરૂ પાસેથી મળેલો આ ખજાનો આપ સુધી પહોંચાડવામાં હું ભારતીય વિજ્ઞાનને પુનઃ સ્થાપિત કરવા દિલથી પ્રયત્ન કરું છે. 


-વિક્રાંત એસ. શાહ 

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••


આ લેખની શરૂઆત અસંગત લાગે એવા વિષય સાથે કરું છું.

જે કંઈ સર્જન સંભવી શક્યું છે તેના આધાર વિશે આપણી યોગિક સંસ્કૃતિ શું કહે છે તે જાણીએ.


   શૂન્યતા (nothingness or emptiness) ને અસ્તિત્વનો અભાવ ના કહી શકાય. શૂન્યતા પોતીકું અસ્તિત્વ ધરાવે છે, જેની વ્યાપકતા અકલ્પ્ય છે. એવું અસ્તિત્વ જે ભૌતિક રીતે અસ્તિત્વમાં નથી એ જ શૂન્યતા. આજ શૂન્યતાને 'શિવ' કહેવાય છે. હકીકતમાં શૂન્યતા ('શિવ') સર્વવ્યાપી છે. જે થોડું સર્જન સંભવી શક્યું છે તે શૂન્યતા ('શિવ') માંથી થયું છે. એટલે એમ કહી શકાય કે શૂન્યતા સર્જક છે. સર્જન આખરે શૂન્યતાને પામે છે.  શૂન્યતાને વધુ ઊંડાણમાં સમજવી હોય તો આપણે એમ કહી શકીએ કે  સર્જન અપૂર્ણ છે કારણકે શૂન્યતા સંપૂર્ણ છે. શિવ સાથે ક્યારે શક્તિ એટલે કે ઉર્જા મળે છે ત્યારે શૂન્યતામાં સર્જન થાય છે. એમ જોવા જઈએ તો સર્જન શૂન્યતામાં થતી નાનકડી પ્રક્રિયા છે. ભલે આ પ્રક્રિયાની આવરદા કરોડો વર્ષો હોય પરંતુ શૂન્યતાની શાશ્વતતા સામે આ પ્રક્રિયા નાનકડા સમય માટેની કહેવાય. તેથી બ્રહ્માંડ આખું એ તો માત્ર શૂન્યતામાં થતી પ્રક્રિયા છે! 


    આ તો થઈ યોગિક સંસ્કૃતિની વાત પરંતુ બ્રહ્માંડની રચના વિશે અથવા તો સર્જન થવા પાછળ આપણું અર્વાચીન સાયન્સ (વિજ્ઞાન નહિ!) Big Bang, Big Bounce, Quantum Fluctuations વગેરે સિદ્ધાંત અને પરિકલ્પના આપણને આપતું રહ્યું છે. તેમાં Big Bang મોટેભાગે સ્વીકૃત થયેલું cosmological ( બ્રહ્માંડ વિદ્યા ને લગતું) model છે. તેમાં કહેવાયું છે કે બ્રહ્માંડનું સર્જન એક બિંદુ માંથી થયું છે. જો આગળ આપણને એમ વિચાર આવે કે બિંદુ નું નિર્માણ ક્યાંથી થયું, તો તેનો ચોક્કસ જવાબ સાયન્સ આપી શક્યું નથી. ઘણા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ બધું સર્જન શૂન્યતામાં થી થયું છે પરંતુ આ માન્યતા દળ સંચયના નિયમ (law of conservation of mass) અને ઉર્જા સંરક્ષણના નિયમ (law of conservation of energy) ને વિચલિત કરે છે. તેથી સાયન્સના મર્યાદિત સિદ્ધાંતો એકબીજા સાથે અથડાઈને અરાજકતા ઉભી કરે છે.


    આપણને સાયન્સે ઘણું ભૌતિક સુખ આપ્યું છે અને આપણામાં ક્યાંક ખોવાયેલું માનવીય તત્વ એવી 'જિજ્ઞાસા'માં વધારો કર્યો છે. સાયન્સથી લાભ અનેક થયા છે અને આજે આપણે અશક્યતાને શક્યતામાં પરિવર્તિત કરી રહ્યા છીએ. આપણે સાયન્સ મારફતે બહારનું સમજીને ભીતરને  વિકસાવવાનો પ્રયાસ નિરંતર કરીએ છીએ, પરંતુ એ પ્રયાસ અવશ્ય નિષ્ફળ જશે! આપણે આપણી આકાશગંગા (milkyway)માં પણ કેટલા બધા પ્રકાશવર્ષો દૂર થયેલા સર્જન પર સંશોધન કરી ચૂક્યા છે પરંતુ આપણા ભીતરની ઝાંખી હજી કરી શક્યા નથી! સાયન્સને આપણે આપણી આજુબાજુ દ્રશ્યમાન અને અદ્રશ્ય સર્જનના ઉપયોગ વિશે કેટલું ભૌતિક સુખ આપી શકે છે તેમાં જ વાપરી રહ્યા છીએ, ત્યારે સાયન્સ માટે ગૌરવ કરતા લોકોને પૂછવાનું રહ્યું કે તમે અણુ (atom)ની ચર્ચા તો ખૂબ કરો છો, પરંતુ કદી તેને સાંગોપાંગ  જોઈ શક્યા છો?


    સાયન્સ અને વિજ્ઞાન વચ્ચેનો તફાવત નોંધનીય છે. વિજ્ઞાન  એટલે 'વિશેષ જ્ઞાન'. વિજ્ઞાન અસ્તિત્વને સમજવા માટેનો એક અદ્ભુત અભિગમ છે. વિજ્ઞાનને સર્જનના ઉપયોગ સાથે કોઈ નિસ્બત નથી. તે ભૌતિક સુખ નથી આપતું. તેથી જ કદાચ વિજ્ઞાનની તુલનામાં સાયન્સ અધિક લોકપ્રિય બનીને આખી પૃથ્વી પર રાજ કરી રહ્યું છે. પરંતુ સાયન્સે પણ તેના અદભુત વૈભવ સાથે વિજ્ઞાનને કેળવવું જોઈએ. વિજ્ઞાન આપણા અસ્તિત્વને સમજવાનો આધાર છે. યોગિક સંસ્કૃતિનો આધાર પણ વિજ્ઞાન છે. યોગિક સંસ્કૃતિ કહે છે કે આપણી રચના અને બ્રહ્માંડની રચના સરખી રીતે થઈ છે. જો નિતાંત વધતા બ્રહ્માંડને સમજવું હોય તો પહેલા ખુદને સમજીએ! વિજ્ઞાન ભીતરની ઝાંખી કરીને બહારના તમામ સર્જનને સમજવાની રાહ છે. વિજ્ઞાન સાયન્સની જેમ તર્કશુદ્ધ આચરણ નથી કરતું. સાયન્સ વિચ્છેદન (dissection) કરીને સમજે છે, જ્યારે વિજ્ઞાન જે તે પ્રકૃતિના સર્જનને તેના મૂળ સ્વરૂપમાં જ સમજીને તેની મૌલિકતા કેળવવાનો પ્રયાસ કરે છે. વિજ્ઞાન ભૌતિક સુખ નથી આપતું પરંતુ આપણને અસ્તિત્વનો પરિચય કરાવે છે. આ વિજ્ઞાન શીખવાનો વિષય નથી. એ તો કેવળ અસ્તિત્વની અનુભૂતિ છે! જીવનમાં અનુભૂતિ હોય તો અસ્તિત્વના પ્રશ્નો સમાપ્ત થાય છે. અને આખરે આપણે આપણા જીવનને અચુક માણી શકીએ છીએ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ