વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ તું અને હું.

હાલ તું તારાં દિલનો કહે નહીં તો હું શું જાણું,

એક ડગલું પણ બોલાવે નહીં તો હું કેમ આવું.


આવીને જાને હવે કાંતો છોડી જા હવે દિલને,

ઈંતજાર માં તમારા આ આંખને કેટલી રડાવુ.



ચોતરફ થી શરીર ને બાળી દે એવાં પવન ફુંકાતા હોય અને એ રણપ્રદેશમાં કદાચ એક ઘેઘૂર છટાદાર વૃક્ષ નો છાંયો મળી જાય તો કેવું લાગે.... કલાકોથી તરસ્યા હોય અને ખાલી બે બુંદ મીઠું પાણી કોઈ પીવડાવે તો કેવું લાગે.. રાત્રે લોથપોથ થઈ થાકીને આજે તો પથારી માં પડતાં સાથે સુઈ જાઉં છે એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય કોઈ અલગ રિંગ ટોન માં ગમતાં જન નો મેસેજ આવી જાય એ થાક પલભરમાં ઉતરી જાય તો કેવું લાગે...... ભર ઊંઘમાં સુઇ ગયા હોય અને સપનું ટુટે જાગી જઈએ એ આંખ નીચે લીલાશ દેખાય તો કેવું લાગે... તમે કોઈ ને બેપનાહ મોહબ્બત કરો તમારાં પ્રત્ય એ મૌન સાંધી લે તો કેવું લાગે...  નહીં આવે કોઈ કાળે એ વ્યક્તિ જેને હદથી વધું ચાહી છે તો પણ કે શમણાં માં આવે તો હકિકત માં આવશે એનો ઈંતજાર કરતાં રહેવું કેવું લાગે.....


કેવું આ જીવન કેવી કેવી પરિસ્થિતિ સુખ દુઃખ હાસ્ય તો ક્યાંક રુદન ...



લુહારિયા બળદેવ મહેસાણા 😔😊




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ