વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ( ખબર ના હતી)

કૃષ્ણ ને વ્હાલી રાધા છોડી ને જવું પડશે ખબર ના હતી

કૃષ્ણ ને ગોકુળ-મથુરાની ગલી છોડી જવું પડશે ખબર ના હતી...


કૃષ્ણ વિના સુનકાર થઈ જશે યમુના નો કિનારો અને વ્રજની ગલીઓ ખબર ના હતી,

કૃષ્ણ ને ગમતી વાંસળી છોડી જવું પડશે ખબર ના હતી...


કૃષ્ણ નો દોસ્ત સુદામા કોણ જાણે ક્યાં મળશે ખબર ના હતી,

કૃષ્ણ ને તાંદુલની મીઠી પોટલી છોડી જવું પડશે ખબર ના હતી...


કૃષ્ણ ને એકસોને આઠ ગોપીઓ છોડી જવું પડશે ખબર ના હતી,

કૃષ્ણ ને રાધા ને છોડી જવું પડશે ખબર ના હતી....


કૃષ્ણ મીરા નો મોહન,રાધ નો શ્યામ બન્યો ને દ્રૌપદી નો સખો,

કૃષ્ણ ને સંબંધ ની ત્રીપદી છોડી જવું પડશે ખબર ના હતી.....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ