વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક સ્વપન

એક સ્વપન તો એવુ જોયુ હુ બેઠો તારી સાથે

ગીત પ્રેમના ગાઉ લયમાં જે લખ્યા મારા હાથે

 

ઠંડા જળમાં નાવડી હાલે બેઠા સામસામે

હાલે હલેસા એક તારા ને એક મારા હાથે

 

પંહોચે નાવડી વચ્ચે સરીતાને ઉભો થઇ ને હુ

કરુ ઇઝહાર પ્રેમ નો લઈને ગુલાબ મારા હાથે

 

બેસુ ઘુંટણના ટેકે આપુ તને એક ગુલાબી ફુલ

વચન આપુ રહેવાનુ સાથે આજીવન સંગાથે

 

જોઈ મારો એકરાર તમે થોડા શરમાઈ ગયા

મુખ તમે તમારુ છુપાવ્યુ ખુદ તમારા હાથે

 

ગાલની લાલી ઉત્તર આપે મનોભાવ સ્વીકારે

મુજ કવિને મારી દુલ્હન સંગાથી બનાવે

 

ઉભો થઈને ગળે લગાવુ મારા જીવનસાથી

ભાનભુલીને ચુંબન કરુ હુ તને તારા લલાટે

 

કરતો હતો ને કરતો રહીશ તને પ્રેમ આજીવન

લગાવી લેજે ‘તારક’ હવે પાછળ તારા નામે

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ