વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ કેમ થાય છે.

પ્રેમ ક્યાંક કેમ થાય છે??


ખુદા તારી ખુદારી પર શક જાય છે પોતાના દુર કેમ થાય છે,

રડતો રહે મુશળધાર ખાલીપો આ રીતે રોજ કેમ થાય છે ??.


સાચાં સાર્યા આંસું ને ઓરતા કસોટી ની ક્યાંય કિંમત ન થઈ,

નથી જોયા કિનારા શમણાં માં દરિયો તોફાની કેમ થાય છે ??.


નહોતું મને ચહેરાનું આકર્ષણ કે નહોતી કરી મુલાકાત ની વાત,

માઇલો દુર ચાલ્યા જવાનાં પ્રિયજન એમ મને કેમ થાય છે ??.


કસમ એકલો હું આપી ચુક્યો તો અદ્શ્ય સાથે રહેશું ને મરશું,

એકે ઝંઝાળ મને સુવા ન દે મિલનનાં ભણકારા કેમ થાય છે??.


ખબર જ હતી નોહતા પહોંચવા નાં દરિયા સુધી સૂકાં ઝરણાં,

નક્કી હતું મિલન અધુરું સ્વપ્ન રણમાં ગુલાબ કેમ થાય છે??.


વરસી શકું હું પણ વરસાદની જેમ કહેશો તમે તો સાંબેલાધાર,

તરસ્યો છું હું મોસમ ના પ્રદેશમાં અહીં માવઠું કેમ થાય છે??.


જવાની ની જાગીર જોડાઇ જવા ની આંખો રડતી જવા ની,

હું જ મારાં અંતરને કોસતો રહું સદા પ્રેમ ક્યાંક કેમ થાય છે??.


લુહારિયા બળદેવ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ