વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી રાહમાં

હું તારી રાહમાં રાત-દિવસ ઈંતજાર કર્યાં કરું છું,

હું તારી રાહમાં રાતભર ઉજાગરા કર્યાં કરું છું...


હું તારી રાહમાં રાત-દિવસ તારા ફોટાઓ જોયા કરું છું,

હું તારી રાહમાં સમય ને વિસરી જતાં જોયાં કરું છું...


હું તારી રાહમાં તારો સ્પર્શ અનુભવ્યા કરું છું,

હું તારી રાહમાં તારી યાદો ને યાદ કર્યાં કરું છું...


હું તારી રાહમાં ફુલો વચ્ચે તારી મહેક શોધ્યા કરું છું,

હું તારી રાહમાં વગર આંસુડાએ રડયાં કરું છું...


હું તારી રાહમાં તારા હદય ના ધબકારા સાંભળ્યા કરું છું,

હું તારી રાહમાં રોજ થોડો-થોડો મર્યાં કરું છું........

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ