વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનવ સભ્યતાનો અંત!

ઈસરોનું બેંગલુરુમાં આવેલ 'યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર (URSC)' માં આજે ચહલપહલ વધુ જોવાં મળતી હતી. વાતાવરણમાં ચિંતા અને કામનું દબાણ હતું. ઈસરોનું આ સેન્ટર મુખ્યત્વે રિમોટ સેન્સિંગ સેટેલાઈટ ડેટા એક્વિઝિશન અને પ્રોસેસિંગ, ડેટા પ્રસાર, એરિયલ રિમોટ સેન્સિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સેન્ટરને અતિ આધુનિક સો સેટેલાઈટ બનાવવાનું ગૌરવ પણ પ્રાપ્ત કરી ચૂક્યું હતું.

 

આજે ઈસરોનું ટુંક સમયમાં લોંચ થતાં સેટેલાઈટ ઉપર કામ ચાલુ હતું. તે સેટેલાઈટને બનાવવામાં સમય ટુંકો હતો એટલે સેન્ટરનાં બધાં વૈજ્ઞાનિકો ઉપર કામનું ભારણ વધી ગયું હતું.

 

યુઆરએસસીના ડિરેક્ટર શ્રીપી. કુણિ કુષ્ણન પોતાની ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર સેટેલાઈટ છબીઓનું વિશ્લેષણ કરી રહ્યા હતા. થોડીકવાર થઈ હશે કે ત્યાં તેમની નજરમાં કંઈક વિચિત્ર આવ્યું. તેણે ચશ્માને સરખાં કરીને કમ્પ્યુટરની સ્ક્રીન પાસે મોઢું લાવીને તે છબીને સરખી રીતે જોવાં લાગ્યાં ત્યાં ઓફીસનો દરવાજો ખોલીને મોહન હાથમાં કેટલાં બધાં ફોટાઓ અને જરૂરી ડોક્યુમેન્ટ લઈને અંદર આવ્યો.

 

"કેપીસર....જરાક જુવો તો ખરાં!" આટલું કહીને મોહન રૂમની અંદર આવ્યો ત્યાં કેપીસરનાં કમ્પ્યુટર સ્ક્રીન ઉપર પણ એજ ફોટાઓ જોતાં મોહન તે તરફ વધ્યો.

 

"Nate-12 નામનો ઉપગ્રહ સંપર્ક બહાર ચાલ્યો ગયો છે મોહન....." કેપીસરની વાત કાંપતા ચિંતા સાથે મોહને કહ્યું,

 

"તે ઉપગ્રહ સંપર્ક બહાર ચાલ્યો ગયો છે તેને છોડો પરંતુ તેને છેલ્લે મોકલેલા ફોટાઓ જુવો-" કેપીસરનાં હાથમાં ફોટાઓ આપીને- "છેલ્લે તે ઉપગ્રહે એક ૧૪૫ કિલોમીટર વ્યાસ ધરાવતાં એક શુદ્ર ગ્રહની તસવીર લીધેલી હતી!"

 

"ઓહ માય ગોડ! તેનો અર્થ એ થયો કે તે શુદ્ર ગ્રહ સીધો જ પૃથ્વી તરફ આવી રહ્યો છે! કદાચ તેનાં ટકરાવથી જ Nate-12 ઉપગ્રહ સંપર્ક બહાર ગયો હશે નહીં...નહીં...મારે આની જાણ ઈસરોને સત્વરે કરવી પડશે." ચિંતામાં ઉભાં થઈને કેપીસરે સત્વરે ઈસરોના ચેરમેનને કોલ દ્વારા તે બાબત જણાવવા રૂમની બહાર ચાલ્યા ગયા.

 

આઠ વર્ષ પછી......

 

"લગભગ અત્યારે માત્ર પાંચ ટકા માનવજાત જીવંત હશે, આમ તો હવે આ માનવ સભ્યતાનો અંત આવ્યો છે. કદાચ હવે એક-બે મહિનામાં આપણાં જેવાં બચી રહેલ માણસો પણ મૃત્યુ પામશે....અ.....હા જો મેં તને જણાવ્યું હતું કે હું પહેલા ઈસરોના એક સેન્ટરમાં કામ કરતો હતો?"

 

"નહીં મોહનદાદુ...."

 

"હા તો આ વાત કંઈક એવી છે કે હું અને મારાં સેન્ટરનાં ડાયરેક્ટર શ્રીપી. કુણિ કૃષ્ણન બંનેને એક ઉપગ્રહ સંપર્ક બહાર ચાલ્યો ગયો છે તેની ખબર પડી, તેની સાથે એક ૧૪૫ કિલોમીટર વ્યાસ ધરાવતો શુદ્ર ગ્રહ પૃથ્વી તરફ વધી રહ્યો છે તેની ખબર પડી. કેપીસરે તે વિશે.....અમારી સેન્ટરનાં બધાં લોકો શ્રીપી. કુણિ કૃષ્ણનને ટુંકમાં કેપીસર કહીને બોલાવતાં....હા... હું ક્યાં હતો ક્રિશ બેટા?"

 

"શુદ્ર ગ્રહ વિશે વાત કરી રહ્યા હતા."

 

"હા, યાદ આવ્યું. તે શુદ્ર ગ્રહ વિશે ખબર પડતાં કેપીસરે તે વિશે ઈસરોને જણાવ્યું. તેને પહેલા તો આ બાબત ઉપર વિશ્વાસ નહોતો કર્યો પરંતુ જ્યારે તે ઉપગ્રહ દ્વારા લેવાયેલી છબીઓને બતાવી ત્યારે તેને વિશ્વાસ આવ્યો. આ વાત પવન વેગથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. દરેક દેશની અવકાશીય સંશોધન સંસ્થાઓએ તે શુદ્ર ગ્રહને કેવી રીતે પૃથ્વીથી ટકરાવને અટકાવી શકાય તે વિશે વિચારવા લાગ્યા.

 

તે સમયે સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ હતો. ૧૪૫ કિલોમીટર વ્યાસ ધરાવતો એક શુદ્ર ગ્રહ પૃથ્વીની સપાટી સાથે અથડાઈ એટલે માનવ જાતીનો અંત આવે એ જાણીને લોકોમાં ભય ઘુસી ગયો હતો.

 

દેશ-વિદેશની અવકાશીય સંસ્થાઓ એક હલ શોધ્યો કે પરમાણું હથિયારોથી તે આવતાં શુદ્ર ગ્રહને પૃથ્વીના વાતાવરણમાં ઘુસે એ પહેલાં જ નષ્ટ કરી દેવો. થોડાંક દેશોએ આ બાબત ઉપર સહમતી બતાવી પરંતુ કેટલાક દેશોએ પરમાણુ શસ્ત્રો આપવાની ના પાડી દીધી.

 

હવે થોડાક પરમાણું હથિયારોથી તે શુદ્ર ગ્રહને અવકાશમાં જ નષ્ટ કરશો અશક્ય હતો અને સમય પણ બહું ઓછો હતો. ઘણાં વિચારવિમર્શ બાદ તે હલને મોકૂફ રાખવામાં આવ્યો કારણ કે જો બધાં દેશો દુશ્મનાવટ ભૂલાવીને એક થઈને પણ જો પરમાણું હથિયારોથી તે આવતાં શુદ્ર ગ્રહને નષ્ટ કરવામાં આવે તો પણ માનવજાતિનો અંત આવે તે હકિકત હતી કારણ કે તે નષ્ટ થયેલ તે શુદ્ર ગ્રહનાં નાના નાના ટુકડાઓ વધું ખતરારૂપ બને.

 

હવે બધાં જ દેશોએ તે આવતાં શુદ્ર ગ્રહને ભગવાન ઉપર છોડી દિધું હતું. કોઈ પાસે કંઈ ઉપાય નહોતો સિવાય પોતાનો જીવ બચાવવા માટે અલંગ અલંગ પેંતરાઓ શોધવા. દુનિયા તે આવતાં શુદ્ર ગ્રહને જ મુખ્ય ખતરોં માની રહી હતી પરંતુ હકીકત કંઈક બીજી જ હતી. તે શુદ્ર ગ્રહ તો બસ અંતની શરૂઆત હતી. દુનિયાનાં કોઈપણ વૈજ્ઞાનિકને એ બાબતની જાણ નહોતી કે આ શુદ્ર ગ્રહથી પૃથ્વીનો અંત નહીં આવે પરંતુ તેનાં ટંકારવ પછી જે થશે તેનાથી પૃથ્વીનો અંત આવશે!

 

પૈસાદાર વ્યક્તિઓ અને નામચીન વ્યક્તિઓ સિક્રેટ અંડર ગ્રાઉન્ડ ટનલમાં જઈને છુપાઈ ગયા પરંતુ તે બિચારાં આપણાં જેવાં સામાન્ય વ્યક્તિ ક્યાં જઈને છૂપે!?

 

આખરે તે દિવસ આવી ગયો જ્યારે આગથી લાલઘૂમ થઈને આવતો તે ૧૪૫ કિલોમીટર વ્યાસ ધરાવતો શુદ્ર ગ્રહે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના એન્ટમોસ્ટફીયરમાં ધૂસ્યો. મને હજું પણ યાદ છે ક્રિશ બેટા કે તે દિવસે જ્યારે લોકો આકાશ ઉપર નજર કરીને તે લાલ થઈને આવતો પથ્થરને જોઈને બસ એક વાક્ય કહી રહ્યા હતા, 'મોતનો ગોળો આવી રહ્યો છે!...ભાગો...દોડો...પોતાનો જીવ બચાવો...' બસ આવાં જ ભયાનક અવાજો સંભળાય રહ્યા હતા.

 

તે આકાશમાં આવતો ગોળો જાણે કે સૂર્ય જમીન ઉપર ઊતરી આવ્યો હોય તેમ લાલ થઈને ચમકી રહ્યો હતો. હવાનાં ઘર્ષણથી તે ગોળો સળગી ઉઠ્યો. તે ગોળો સળગી ઉઠ્યો એટલે ધૂમાડાને કારણે કે ગોળાની પાછળ એક પૂંછડી જેવું બની ગયું.

 

ક્રિશ બેટા તે દશ્ય મેં મારી નજરે જોયેલું હતું. તે આવતાં વિનાશના મંજરને જોઈને લાગી રહ્યું હતું જેટલું માનવ જાતિએ આ પૃથ્વીને કષ્ટ આપ્યું છે તેનો બદલો પૃથ્વી ખુદ નષ્ટ થઈને લેશે!

 

એ સમય આવ્યો જ્યારે તે ધગધગતો શુદ્ર ગ્રહ પૃથ્વીની સપાટીથી અથડાયો! તે ગોળો નોર્થ એન્ટાર્કટિકાના સમુદ્રમાં જઈને પડ્યો. તે ગોળો જમીન સાથે અથડાતાં જ અડધી માનવજાત મૃત્યુ આપી.

 

તે શુદ્ર ગ્રહનો પ્રભાવ એટલો વિશાળ હતો કે પૃથ્વીની ધરી તેની ભ્રમણકક્ષાથી ખસી ગઈ! અને અંતની શરૂઆત થઈ...." મોહનભાઈ ચૂમ થઈ ગયા.

 

"મોહનદાદુ મને એ કહો કે પૃથ્વી પોતાની ધરીથી ખસી જવું અને આ બરબાદી વચ્ચે શું સંબંધ હતો? બસ ખાલી આ ધરતી પોતાની જગ્યાએ ફરતી બંધ થવાથી આ પૃથ્વીની આવી હાલત કેમ થઈ?" સામે બેસેલ ક્રિશે પૂછ્યું.

 

"બસ ક્રિશ બેટા કદાચ આજ પ્રશ્ર્ન આજથી આઠ વર્ષ પહેલાં કોઇકના મગજમાં આવ્યો હોત તો આ વિશ્વની બંધી જ દુશ્મનાવટની રેખાઓ ભૂંસાઈને માણસજાત એક થઈને આ આફતને રોકી શક્યા હોત.....ખેર હવે હું તને સમજાવું કે આ વિનાશની શરૂઆત કેવી રીતે થઈ.

 

જો ક્રિશ બેટા પહેલા તો તું માની લે કે આપણે એક ગાડીમાં બેઠા છીએ અને તે ગાડી ૦.૦૫ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલી રહી છે. હવે જો આ ગાડી અચાનક જ રોકાઈ જાય તો તેની અંદર બેસેલા વ્યક્તિ તે ગતિના કારણે આગળની તરફ ફેંકાઈ જાય.

 

એવી જ રીતે આપણી પૃથ્વી પણ ૧૬૦૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે અને જો આ પૃથ્વી પેલી ગાડીની જેમ ફરતી રોકાઇ જાય તો જેમ ગાડીમાંથી માણસો કાચ તોડીને આગળ ફેંકાઈ જાય તેમ પૃથ્વી ઉપર પણ બધું જ ફેંકાઈ જાય! બધું એટલે માણસ, પશુપક્ષીઓ, બિલ્ડીંગો, સમુદ્રો વગેરે બધું ફેંકાઈ જાય." આટલું કહીને મોહનભાઈ ઉભાં થઈને બિલ્ડીંગની સીડીઓમાં વહેતાં પાણીને પાર કરીને તે બિલ્ડીંગની છત ઉપર ગયા. તેની પાછળ પાછળ ક્રિશ પણ ઉપર ચડ્યો.

 

છત ઉપર ચડીને મોહનભાઈ સામે દેખાતું ભયંકર દશ્યને જોઈને કહ્યું, "તે ઘટનાથી આ પૃથ્વી ઉપર અનેક પરીવર્તન આવ્યા. પહેલાં જે લોકો સિક્રેટ અંડર ગ્રાઉન્ડ ટનલમાં છૂપાયેલા હતા તે લોકો પહેલા મૃત્યુ પામ્યા કારણ કે તે લોકો આગળ ફેંકાતા જોરથી ટનલની દિવાલો સાથે અથડાવાથી તેનું મોત નિપજ્યું.

 

બધાં જ સમુદ્રોમાં પાણી ઊછડ્યા એટલે અનેક દેશો સમુદ્રમાં સમાઈ ગયા અને બચેલા દેશોમાં પાણી ફરી વળ્યા. તે ઘટનાને કારણે કે બધાં જ સમુદ્રો મળીને બે મહાસાગરોનું રૂપ લીધું. વર્ષોથી ધરતીના પેટાળમાં શાંત પડેલા જ્વાળામુખીઓ પણ પોતાનું ધગધગતું સ્વરૂપ લઈને બહાર આવ્યા. તે ઘટનામાંથી બચી ગયેલાં લોકો આપણી જેમ જીવ બચાવીને આવી પાણીમાં ડૂબી ગયેલી બિલ્ડીંગોમાં આશ્રય લીધો કારણ કે જમીન હવે રહી નહોતી.

 

પૃથ્વી ફરતી બંધ થઈ ગઈ એટલે છ મહિના દિવસ રહેતો અને છ મહિના રાત રહેવા લાગી. જે બચેલા લોકો હતા તે હવે ખેતી પણ કરી શકે તેમ નહોતાં કારણ કે પૃથ્વીએ પોતાની ધરીએ ફરવાનું બંધ કરી દિધું છે, તેનાં કારણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ધીરે ધીરે નબળું પડી ગયું. પૃથ્વી એક જગ્યાએ સ્થિર છે એટલે ઓઝોન સ્તરની પરત પણ નબળી પડી અને જેનાં કારણે જીવલેણ સુર્યનો પ્રકાશ સીધો જ ધરતી ઉપર આવવાં લાગ્યો.

 

ધીરે ધીરે જેમ સાપનું ઝેર શરીરમાં ફેલાઈ છે તેમ પૃથ્વી ઉપર પણ ધીરે ધીરે મોતનું તાંડવ શરૂ થયું."

 

"પરંતુ મોહનદાદુ આ કેપીસર કેવી રીતે મર્યા?" ક્રિશે પૂછ્યું એટલે મોહનદાદુની આંખમાં પાણી આવ્યા.

 

"તને બચાવવાં પાછળ તેને પોતાનો જીવ આપ્યો ક્રિશ બેટા. જ્યારે આ શુદ્ર ગ્રહ પૃથ્વી સાથે અથડાયો અને સમુદ્રનું પાણી ઊછડ્યુ એટલે ભારતમાં ચેન્નાઇ, બેંગલુરુ જેવા શહેરો પાણીમાં ગરકાવ થયા. ત્યારે અમે બેંગલુરુમાં રહેતા હતા.

 

લગભગ તું ત્યારે પાંચેક વર્ષનો હોઈશ. શહેરમાં પાણી ધૂસી જવાથી અમે જીવને બચાવવાં તે શહેરને છોડ્યું એ વખતે તે કેપીસરે જીવ ગુમાવ્યો." આટલું કહીને મોહનદાદુએ તેર વર્ષનાં ક્રિશ ઉપર હાથ ફેરવ્યો અને મુખ ઉપર હાસ્ય કર્યું અને પછી દાદા દિકરાએ સામે દેખાતાં પાણીમાં ડૂબી ગયેલાં શહેરને જોવાં લાગ્યાં.

 

"તું ખુશનસીબ છે કે તું આ પૃથ્વીનાં આખરી ક્ષણોનું જીવન આટલી શાંતિથી જીવી શકે છે."

 

"દાદુ આ પૃથ્વી ઉપરથી માનવ સભ્યતા ખત્મ થઈ જશે પછી શું થશે?"

 

"પછી?....પછી પૃથ્વી ફરીથી શાંત થઈ જશે દિકરા. જેનાં દ્વારા આપણે ઉત્પન્ન થયા હતા તેમાં જ ફરીથી સમાઈ જશું. બધાં જ દેશની રેખાઓ એક થઈ જશે. માનવ સભ્યતા એક થઈ જશે. ઉછડતો સમુદ્ર અને ખોલતો જ્વાળામુખી શાંત થઈ જશે....બધું જ શાંત થઈ જશે!"

 

-સમાપ્ત-

 

લી."KD"...????

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ