વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વપ્ન: એક હકિકત

સ્વપ્ન : એક હકીકત!

 

"મને આ એક જ સપનું છેલ્લા ત્રણ દિવસથી કેમ આવે છે?" - રેહાન પોતાનાં બિસ્તર ઉપરથી ઉભો થયો અને પોતાનો એક હાથ માથા ઉપર ફેરવતાં- "સ્કૂલની પાછળ રહેલ પહાડી ઉપર તે વ્યક્તિ શું કરતો હશે?-"

 

"રેહાન બેટા ચાલ તારે સ્કૂલ જવાનો સમય થઇ ગયો છે." રેહાનનાં મમ્મીએ કહ્યું.

 

"હા મમ્મી બસ આવું જ છું." રેહાને જવાબ આપતાં કહ્યું.

 

રેહાન બધું જ ભૂલાવીને ઝડપથી તૈયાર થઇ ગયો અને તે સપનાં વિશે વિચારતો વિચારતો સ્કૂલ તરફ નિકળી ગયો. સ્કુલ હવે દૂર ન હતું. રેહાનને હવે સ્કૂલ અને તે સ્કૂલની પાછળ રહેલ પહાડી સાફ સાફ દેખાઇ રહી હતી. રેહાનને કશુંક તો તે પહાડી તરફ તેને ખેંચી રહ્યું હોય તેવો અહેસાસ થઇ રહ્યો હતો.

 

"કેમ છો લેખક સાહેબ-" વિપુલે પુછ્યું.

 

"આજે તો મજામાં નથી" - રેહાને ચાલવાનું બંધ કર્યું અને પાછળ ફરીને- "તું કેમ આજે મોડો પડ્યો સ્કૂલ આવવામાં?" રેહાને પુછ્યું.

 

"અરે આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું." વિપુલે કહ્યું.

 

"તને પણ મારી જેમ એકનાં એક જ સપનાંઓ આવે છે કે!" રેહાન હસતાં હસતાં કહ્યું.

 

"તને વળી કેવાં સપનાંઓ-"

 

"યાર! સ્કૂલનો બેલ વાગી ગયો છે. ઝડપથી ચાલવાનું શરૂ કર નહીંતર આજે ફરીથી ક્લાસની બહાર કાઢી મુકશે." વિપુલે કહ્યું.

 

સ્કૂલનો બેલ સાંભળતા જ રેહાન અને વિપુલ ઝડપથી દોડીને સ્કૂલની અંદર ગયાં. તે બંને સમય સર ક્લાસમાં પહોંચી ગયાં અને બધાં જ લેક્ચર સરખી રીતે ભર્યા.

 

રેહાન અને વિપુલ બંને એક જ ક્લાસમાં અભ્યાસ કરતાં હતાં અને તે બંને સારાં મિત્રો પણ હતાં. રેહાનને નાનપણથી જ લખવાનો બહું શોખ હતો અને આ શોખને રેહાને પોતાનું પેંશન બનાવી લીધું. રેહાને અનેક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખી હતી અને એક લેખક તરીકેની સફર ચાલુ કરી.

 

***

 

( રેહાન અને વિપુલ બંને સ્કૂલનાં ફ્રી લેક્ચરમાં ગ્રાઉન્ડમાં બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા.)

 

"યાર મને છે ને છેલ્લાં ત્રણ-ચાર દિવસથી એક અજીબ જ સપનું આવે છે-" રેહાને કહ્યું.

 

"આ બધું જ આખો દિવસ જે તું કલ્પનાઓમાં ખોવાયેલો હોય છે ને તેનું કારણ હશે." વિપુલે કહ્યું.

 

"નહીં વિપુલ. આ કંઇક તો અલંગ જ સપનું છે. જાણે કે તે સપનું મને કશુંક કહેવા માગતું હોય" - રેહાન પોતાનું મોઢું સ્કૂલની પાછળ રહેલ તે પહાડી તરફ કરતાં- " પેલી પહાડી ઉપર કોઇક વ્યકિત પોતાનાં હાથમાં એક સંદૂક લઇને જતો હોય છે. તે વ્યક્તિનો ચહેરો મને હજું સાફ સાફ મારી આંખો સામે તરવરી ઉઠે છે. તે વ્યક્તિ પહાડી ઉપર જઇને એક નજર આપણી આ સ્કૂલ તરફ પણ કરે છે. થોડીકવાર તે ત્યાં જ ઉભો ઉભો આ સ્કૂલ અને શહેરને એકી નજરે જોયા કરે છે. તે વ્યક્તિ પોતાનાં હાથમાં રહેલ સંદૂકને પહાડી ઉપર જઇને એક ખાડો કરીને ત્યાં જ તે સંદૂકને છુપાવીને ચાલ્યો જાય છે-"

 

"તું કોઇ દિવસ તે પહાડી ઉપર ગયો છો?" વિપુલે પુછ્યું.

 

"નાં હું ક્યારેય તે પહાડી ઉપર ગયો નથી-"

 

"તો ચાલ અત્યારે જ આપણે તે પહાડી ઉપર જઇને જોઇ લઈએ કે તારું સપનું માત્ર સપનું છે કે પછી હકીકત!" - વિપુલ જમીન ઉપરથી ઉભો થયો અને પોતાનો એક હાથ રેહાન તરફ આગળ કર્યો- "છેલ્લા કેટલાંક દિવસોથી તને તે સપનું આવે છે ને? હમણાં જ તારી શંકાનું સમાધાન થઈ જશે."

 

"હા ચાલ. આમ પણ અત્યારે ફ્રી લેક્ચર છે" - રેહાન વિપુલનો હાથ પકડીને જમીન ઉપરથી ઉભો થયો- "કશુંક તો આપણને તે પહાડી ઉપર જાણવાં મળશે!"

 

આ બંનેએ પોત પોતાનું બેંગ લઇને તે પહાડી તરફ ચાલવાનું શરૂ કર્યું. રેહાન જેમ જેમ તે પહાડી તરફ આગળ વધતો તેમ તેમ તે સપનું રેહાનની આંખો સામે તરવરી ઉઠતું. તે બંને હવે પહાડી પાસે પહોંચવા આવ્યાં હતાં.

 

"હવે કંઇ બાજું જવાનું છે?-"

 

"તું બસ મારી પાછળ પાછળ ચાલ્યો આવ." રેહાને કહ્યું.

 

રેહાન તે પહાડી ઉપર ચાલવાનું શરૂ કર્યું. રેહાન આ પહાડી ઉપર પહેલી વખત આવ્યો હોવા છતાં તે જાણે કે બધાં જ રસ્તાઓ જાણતો હોય તેમ તે પહાડી ઉપર ચઢી રહ્યો હતો.તે પહાડી હવે વૃક્ષોથી ઘનઘોર જંગલનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તે પહાડી જેટલી દૂરથી સુંદર દેખાઈ તેટલી જ તે અંદરથી ભયાનક હતી.

 

"અહિયાં તે વ્યક્તિ ઉભો રહીને આપણું સ્કૂલ અને શહેરને જોઈ રહ્યો હતો" - રેહાન એક જગ્યાએ આવીને ઉભો રહી ગયો અને થોડીકવાર સામે દેખાતા શહેરને જોઈ રહ્યો- "હું અહિયાં પહેલી વખત આવ્યો છું છતાં મને આ જગ્યાએ આવી ચુક્યો છું તેવો અહેસાસ થાય છે."

 

"તે સંદૂક ક્યાં છુપાયેલું છે?-"

 

"ચાલ મારી સાથે" રેહાને કહ્યું.

 

રેહાન અને વિપુલ બંને પાછાં તે પહાડી ઉપર ચાલવાનું શરૂ કર્યું. થોડીકવાર બાદ જ એક રેહાન એક વિશાળકાય વૃક્ષ પાસે આવીને ઉભો રહી ગયો. તે વૃક્ષને જોઇને લાગી રહ્યું હતું કે તે વૃક્ષ આ પહાડીનું સૌથી જુનું વૃક્ષ છે. રેહાન તે વિશાળકાય વૃક્ષનાં થડ પાસે જઇને ઉભો રહી ગયો. રેહાન ને આવી રીતે તે વૃક્ષ પાસે જતાં જોઈને વિપુલને તો કશું સમજાણું નહીં અને તે પણ રેહાનની પાછળ તે વૃક્ષ પાસે ગયો.

 

"આ જગ્યાએ તો હું પણ પહેલી વખત આવ્યો છું! તને આ જગ્યા વિશે કેવી રીતે ખબર-"

 

"મેં આ બંધી જ જગ્યાઓ મારાં સપનાઓમાં જોઈ છે" - રેહાન તે વૃક્ષની આસપાસ એક નજર કરે છે- " અહિયાં જ તે વ્યક્તિએ સંદૂક છુપાવ્યું હતું."

 

"તો ચાલ હવે તારી શંકાને દૂર કરીએ." વિપુલે કહ્યું.

 

રેહાન અને વિપુલ આ બંને એ વૃક્ષનાં થડ પાસે ખોદવાનું શરૂ કર્યું. થોડીવારમાં તે બંને એ ત્યાં ઉંડો ખાડો કરી નાખ્યો પણ હજું સુધી તે સંદૂક મળ્યું ન હતું.

 

"રેહાન આટલો મોટો ખાડો ખોદી નાખ્યો પણ હજું સુધી સંદૂક મળ્યું નહીં! મને લાગે છે કે તે માત્ર તારું સપનું જ હશે-"

 

"નહીં યાર હજું થોડુંક ઉંડુ ખોદીને જોઈએ." રેહાને કહ્યું.

 

પોતાની વાત કહીને રેહાન ફરીથી ખોદવાનું શરૂ કર્યું અને હજું રેહાને થોડુંક ખોદયુ જ હતું ત્યાં જ રેહાનનો હાથ એક સખ્ત વસ્તુ સાથે અથડાયો. આ જોઈને વિપુલ પણ ચોંકી ગયો અને રેહાનને ખોદવામાં ફરીથી મદદ કરવા લાગ્યો. થોડીક જ વારમાં તે બંને સંદૂકને જમીનમાંથી બહાર કાઢી લીધું.

 

"તારું સપનું તો હકિકતમાં બદલ્યું રેહાન!" વિપુલે કહ્યું.

 

"હા વિપુલ! ચાલ આપણે આ સંદૂકને અત્યારે મારી ઘરે લઇ જઈએ." રેહાને કહ્યું.

 

વિપુલ અને રેહાન બંને એ સંદૂકને લઇને ઘર તરફ નિકળી ગયા. રેહાન અને વિપુલને તે સંદૂકની અંદર શું હશે તે જાણવાની જિજ્ઞાસા વધતી જતી હતી. આખરે બંને ઘરે પહોંચી ગયાં હતાં અને તે સંદૂકને લઇને રેહાનના રુમમાં જતાં રહ્યાં.

 

"હવે રહેવાતું નથી યાર! તું જલ્દીથી આ સંદૂકને ખોલ-"

 

"હા વિપુલ. મારે પણ તે સપનાં અને તે વ્યક્તિ વિશે જાણવું છે." રેહાને કહ્યું.

 

રેહાન અને વિપુલ બંને એ તે સંદૂક ખોલવાનો પ્રયત્ન કર્યો. તે સંદૂક વર્ષોથી બંધ પડ્યું હતું એટલે તેને ખોલવામાં થોડીક મહેનત લાગી પણ આખરે તે બંને એ સંદૂકને ખોલી લીધું.

 

સંદૂકને ખોલીને રેહાન અને વિપુલે તે સંદૂકની અંદર જે જોયું તે જોઇને તે બંનેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બંનેને હજું વિશ્વાસ નહોતો આવી રહ્યો. તે આખું સંદુક પુસ્તકોથી ભર્યું હતું. તે બધાં જ પુસ્તકો જોઇને રેહાને તેમાંથી એક  પુસ્તકને તે સંદૂકમાંથી બહાર કાઢ્યું.

 

" 'અંત એક શરૂઆતનો' " - રેહાને પુસ્તકનું શીર્ષક વાંચીને તેની નીચે કંઇક વધારે લખ્યું હતું પણ તેની ધૂળથી લાગેલી હતી એટલે તે સાફ સાફ દેખાઈ રહ્યું નહોતું આથી રેહાન પોતાનાં હાથ વડે તે ધૂળને હટાવીને- "નિલેશ ચુડાસમા"

 

'નિલેશ ચુડાસમા' નામ સાંભળતા જ રેહાન પોતાનાં કમ્પ્યુટર પાસે દોડીને આવ્યો અને ગુગલ ઉપર 'નિલેશ ચુડાસમા' સર્ચ કર્યું. 'નિલેશ ચુડાસમા'  સર્ચ કરતાં જે રેહાન સામે આવ્યું તે જોઇને રેહાન તો સ્તબ્ધ જ થઈ ગયો.

 

"રેહાન આ બધાં જ પુસ્તકો તો કોઈક 'નિલેશ ચુડાસમા'એ લખ્યા છે! પણ આ બધાં જ પુસ્તકો હજું અધુરાં લખાયેલા છે-"

 

"તું અહિયાં આવ જલ્દીથી વિપુલ!"રેહાને કહ્યું.

 

રેહાન ને સાંભળીને વિપુલ પણ દોડીને કમ્પ્યૂટર પાસે ગયો અને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર નજર નાખીને જોયું તો તે પણ અચંબિત થઈ ગયો.

 

"નિલેશ ચુડાસમા એક મોટાં ગજાનો લેખક છે. તેને પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો પણ લખ્યાં છે. ગુજરાતમાં નિલેશ ચુડાસમા નું સ્થાન ચોથા ક્રમે આવતું. જાણવાં જેવી વાત એ છે કે જ્યારે તેનાં જીવનનાં અંતિમ વર્ષો ચાલી રહ્યા હતા ત્યારે તેને લખેલાં બધાં જ પુસ્તકો એક ગુપ્ત જગ્યાએ છુપાવી દીધાં હતાં. અત્યાર સુધી તે બધાં જ પુસ્તકો કોઇને મળ્યા નથી. તે પુસ્તકનું રહસ્ય પણ નિલેશ ચુડાસમાની સાથે જ કબરમાં દફન થઇ ગયું. નિલેશ ચુડાસમાએ પોતાનાં જીવનમાં લખેલા મોટાં ભાગનાં પુસ્તકોને છુપાવી દીધાં છે. એક વિશાળ સાહિત્યનો ખજાનો હજું ક્યાંક જમીનની અંદર દબાયેલો છે" - હજું રેહાન ગુગલ પર આવેલ માહિતી વાંચી રહ્યો હતો ત્યાં જ તેનું ધ્યાન કમ્પ્યુટર સ્ક્રીનની સાઈડમાં પડે છે- " મૃત્યું તારીખ '૧૦ માર્ચ ૨૦૦૨' "

 

આટલું વાંચીને રેહાન અને વિપુલ બંને તો ચોંકી જ ગયાં. તે બંનેને કશું જ સમજાતું ન હતું કે આ બધું જ શક્ય કેવી રીતે બને!?

 

"આતો તારી જન્મ તારીખ છે ને રેહાન?-"

 

"હા વિપુલ! જ્યારે તે મર્યો ત્યારે જ માંરો જન્મ થયો!" રેહાને કહ્યું.

 

"એટલે તારો પુનર્જન્મ થયો છે રોહન! તે નિલેશ ચુડાસમા પણ એક લેખક હતાં અને તું પણ એક લેખક છો!" વિપુલે રેહાન ને સમજવાતા કહ્યું. વિપુલની વાત સાંભળતાં સાંભળતાં રેહાન ફરીથી તે સંદૂક પાસે આવ્યો અને બધાં જ પુસ્તકોને જોવાં લાગ્યો.

 

"તને જ શાં માટે આ સપનું આવ્યું!?-"

 

"વાત તો સાચી છે વિપુલ" - રેહાન બોલી રહ્યો હતો ત્યાં જ તેનું ધ્યાન તે એક પુસ્તક ઉપર પડે છે અને તે પુસ્તકને હાથમાં લઈને- " 'અધૂરી ઈચ્છા' " - તે પુસ્તકનું શીર્ષક વાંચીને રેહાન તે પુસ્તકનાં પાનાંઓ ફેરવવા લાગ્યો- " 'મારો કાળ હવે નજીક આવ્યો છે. હું આ બધાં જ પુસ્તકો પુર્ણ કરી શકું તેટલી તાકાત હવે મારામાં રહીં નથી. આ પુસ્તકોને સમ્પુર્ણ લખવાની મારી અધૂરી ઇચ્છા અધૂરી જ રહેશે' "

 

આટલું વાંચીને રેહાન એક નજર તે બધાં જ પુસ્તકો તરફ કરે છે અને પછી પાછળ ફરીને વિપુલ સામે જોઈને પોતાનાં મુખ ઉપર એક ગર્વ ભર્યું હાસ્ય કરીને કહ્યું,

 

"હું પુર્ણ કરીશ અધૂરી ઇચ્છાઓને!"

 

The End....

 

લી."KD"...????

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ