વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચન્દુ તિબેટાનંદ ચાવાલા.

શાસ્ત્રીજી, આપણા ચંદુનું પાછું કંઈ છટક્યું લાગે છે. જઈને ઠેકાણે લાવવો પડશે.મંગુ મોટેલનો મારા પર ફોન આવ્યો.

શું થયું?’

ચંપા કહેતી હતી કે ચંદુને કોઈ બાવો ભટકાઈ ગયો છે. ચંદુ યોગા અને મેડિટેશનને રવાડે ચઢી ગયો છે.

ખરેખર? એતો સારી વાત છે એને યોગાની જરૂર જ છે.અમે પણ યોગ ને બદલે યોગા બોલતા થઈ ગયા હતા.

અરે ઘરમાં ત્રાસ વર્તાવ્યો છે. હવે સાધુ થવાની વાત કરે છે. ચંપાના છોકરાંઓ સાઉથ આફ્રિકા ફરવા ગયા છે. ચંપા એકલી છે. એ તીબેટ જવાની વાત કરે છે. ચંપાએ મને, તમને અને ડો.કેદાર, આપણાં મિસ્ટર ઓન ટાઈમને બોલાવ્યા છે. હું તમને સાંજે પાંચ વાગ્યે લેવા આવીશ. પંદર દિવસથી કરસનદાદાનો પડાવ પથારો તો એના ઘરમાં જ છે.

આમ પણ ક્રિસમસ પછી અમે ભેગા થયા જ ન હતા.

અમે બરાબર પાંચ વાગ્યે એને ત્યાં પહોંચી ગયા. અને ડો. કેદાર મિસ્ટર ઓન ટાઈમની પણ એન્ટ્રી થઈ. સામાન્ય રીતે ડોરબેલ વાગતાં હરખઘેલો ચંદુ બારણું ઉઘાડે અને અમને વળગી પડે.  આજે તેને બદલે ચંપાએ બારણું ઉઘાડ્યું.

ચંદુ ક્યાં છે?’

એ બેડરૂમમાં આસન પછીનો આરામ ફરમાવે છે.ચંપા ઉવાચ.

એ બિમાર તો નથી ને?’ ઈન્ડિયાની જેમ સીધા કોઈના બેડરૂમમાં એન્ટ્રી ના મરાય. સિવાય કે કોઈ બિમાર પથારીવશ હોય. તે પણ પૂછીને જ.

એ નથી. પણ હું એનાથી સિક થઈ ગઈ છું.

એણે અમારો અવાજ સાંભળ્યો હશે એટલે બેડરૂમમાંથી બુમ પાડી. શાસ્ત્રીભાઈ, મંગુભાઈ, કેદારભાઈ આપ આવી ગયા તે મને ગમ્યું. આપ સૌ શયનખંડમાં જ પધારો.

સર્પ્રાઈઝ. સાસસ્ટ્રી ને બદલે શાસ્ત્રીભાઈ. સુરતી બોલીને બદલે એકદમ ભદ્ર ભાષા. વિવેકશીલ વર્તણુક. આ યોગાનો જ પ્રભાવ.

અમે બધા બેડરૂમમાં ગયા. ચંદુ ફ્લોર પર બ્રાઉન કલરના વુલન બ્લેન્કેટ પર, ઓરેન્જ નાઈટગાઉન જેવો રોબ પહેરીને ચત્તોપાટ પડ્યો હતો. માથે ટકલું. એની આંખો બંધ હતી. બેઠા થયા વગર કે અમારા તરફ મોં ફેરવ્યા વગર ફેરવ્યા વગર જ એ વાતો કરતો હતો.

ચંદુ, આર યુ ઓલ રાઈટ?’ કેદારે પૂછ્યું.

પંચોતેર વર્ષ સુધી હું ઓલરાઈટ ન હતો. યોગા કરવા માંડ્યા અને પંચોતેર કલાકમાં ઓલ રાઈટ થઈ ગયો. મને જીવન જીવવાનો નવીન અને ઉચ્ચતમ માર્ગ મળી ગયો. કેદાર, આપણે બધા જ પંચોતેર ઉપરના થયા. પણ તમે બધા એવાને એવા જ રહ્યા. આપણાં હાથ વેંતનું જ્ઞાન બીજા લઈ ગયા અને હવે તેઓ પાસે આપણી જ વાત, એમની પાસે શીખવી પડે છે. મેં યોગા અને મેડિટેશન ફ્રેન્ચ, મોન્ક પાસે શીખવા માંડ્યું છે. આપણા શાસ્ત્ર મુજબ પણ પંચોતેરની ઉમ્મર પછી હવે આપણે સન્યસ્ત લઈ લેવું જોઈએ. હું એ દિશામાં ગંભીર રીતે વિચારી રહ્યો છું

મંગુએ રિક્લાઈનર પર ઘોરતાં કરસનદાદા તરફ આંગળી ચિંધીને પુછ્યું સાથે આ છન્નુના દાદાને પણ હિમાલય પર લઈ જવાનો છેને?’

કરશનદાદા મંગુનો અવાજ સાંભળીને જાગ્યા. અફડા તફડી ચાલુ થઈ ગઈ.

મંગા તારે તો મને કાઢવો છે પણ મારે સન્યાસ લેવાની જરૂર નથી. હું તો ચંદુને પણ સંન્યાસ ન લેવા જ સમજાઉં છું. દુનિયામાં માત્ર બે જ જણાએ સન્યાસ લેવો જોઈએ. એક મંગાએ અને બીજા મંગાના ફેંકુ સાહેબે. બન્ને જણાએ હિમાલય પર જઈને યોગા કરવા જોઈએ.દાદાને બીજેપી હાર્યાનો ખૂબ જ આનંદ હતો.

ચંદુ પંચોતેર પ્લસ પછી પણ વાળ કાળા કરાવતો, કોઈક વાર તો દિવસમાં બે વાર સેવિંગ કરતો, મહિનામાં એકવાર ફેસિયલ કરાવતો. આજે એ એના માથા પર વાળ ન હતા. બાપ દાદાના મરણમાં પણ ન બોડાવનાર ચંદુએ તદ્દન ટકલું કરાવી દીધું હતુ. બૉલિંગ બૉલ જેવું ચળકતું માંથું અને ફ્લોર પર ડુંગર હોય એવું એનું પેટ.

એના રૂમમાં ભગવાન બુદ્ધનું મોટું સ્ટેચ્યુ હતું. પણ ઈન્ડિયન સ્ટાઈના બુદ્ધ ભગવાનનું નહિ પણ ચાઈનિશ કે જાપાનિશ સ્ટાઈલના પેટાળા બુદ્ધનું હતું. દિવાલ પર દલાઈ લામાનું મોટું ચિત્ર હતું.

ચન્દુ, આ બધા શું નાટક છે?’ મંગુ બરાડ્યો.

એક લાંબો પોઝ.

મંગુભાઈ, તને આ ન સમજાય. કદીયે ના સમજાય.

અમે, અમારો ચન્દુને નહિ પણ ખરેખર કોઈ મહાત્મા સાધુની શાંત વાણી સાંભળતા હોય એવું લાગ્યું હું જીવનના એક તબક્કામાંથી બીજા તબક્કામાં જઈ રહ્યો છું. આ તમે માનો તેવું સન્યસ્ત નથી. આ આનંદનું સન્યસ્ત છે. આરામનું સન્યસ્ત છે. સાદું જીવન અને શૂન્યાવકાશના ધ્યાનનું સન્યસ્ત છે, મેડિટેશન મારા જીવનને નિર્વાણ માર્ગે દોરી અપાર શાંતિ આપશે. અને ત્યાર પછી મારામાં અનેક વિવિધ શક્તિઓનો સંચાર થશે, હું તિબેટિયન સાધુઓની જેમ સવાસો વર્ષનું સુખદ આયુષ્ય ભોગવીશ.

જો ચંદુ તારી વાત સાચી છે અત્યારે તું જે જે ગોળગોળ બોલી ગયો તેમાંનો મને એક પણ શબ્દ સમજાયો નથી. સમજાવાનો જ નથી અને સમજવો પણ નથી. પહેલાં તું તારી આંખ ખોલ બેઠો થા અને ખુરશી પર બેસ. માણસની જેમ વાત કર.

મંગુએ એને હાથ ખેંચીને સીધો ખુરશી પર બેસાડ્યો.

અરેરેરે. હું યોગા પછી થાકી ગયો હતો એટલે શવાસન કરતો હતો.

તારા ફળદ્રૂપ ભેજામાં શવાસન અને સવાસો વર્ષ જીવવાનું, સડેલું ફર્ટિલાઈઝર કોણે નાંખ્યું? શબ થઈને સવાસો વર્ષ જીવવાનું એ કેવી વાત?’

ચંપા અમારે માટે ચા લઈ આવી. મંગુભાઈ, મહિના પહેલાં એણે ટિબેટિયન યોગા ક્લાસ જોઈન્ટ કર્યા હતા એમાંથી મગજ ખસ્યું છે. એને હવે ટિબેટિયન મોન્ક થઈને સવાસો વર્ષ જીવવું છે એવી ધૂન લાગી છે. તમને તો ખબર છે કે હું ચન્દુથી બે વર્ષ મોટી છું અને બે પાંચ વર્ષમાં ચુડી ચાંદલા સાથે ઉપર પહોંચી જવાની છું. બસ પછી એને તિબેટ, જાપાન, જ્યાં જવું હોય ત્યાં ભલે જાય, દોઢસો વર્ષ જીવીને જલસા કરે.ચંપાએ ઉભરો કાઢ્યો.

દોસ્તો, જો ટિબેટિયન પ્રમાણે જીવીયે તો આપણે સવાસો થી દોઢસો વર્ષ સહેલાઈ થી જીવી શકાય.

લગભગ બે હજાર વર્ષ પહેલાં તિબેટિયન સાધુઓ એકવીશ જાતના આસનો કરતાં હતાં, પછી એમાં થી એના અર્ક સમાન પાંચ આસનો નક્કી કર્યા. રોજ પંદર પંદર મિનિટ પણ આ આસન કરીયે તો પણ એકસોવીશ વર્ષ જીવી શકાય. આ પાંચ આસનને અંગ્રેજીમાં The Five Tibetan Rites: કહેવાય છે.  Rites જાણે ગુજરાતી શબ્દો જ લાગે. રીત, વીધિ. બસ આસનની રીત. કેદાર તો જાય જાતના યોગા કરે છે. જો હું ખોટો હોઉં તો પૂછો ડોક્ટર કેદારને.

ચંદુની વાત સાચી છે. સવાસો વર્ષની વાતમાં માનતો નથી પણ સીધી સાદી વાત છે કે તમે ચોક્કસ નીતિ નિયમથી જીવો વ્યાયામ કરો તો તમારું સ્વાસ્થ્ય સારું જ રહે. લાંબું જીવી શકાય. એ નવી વાત નથી.

ડોક્ટર આ તિબેટીયનોની પાંચ રીત કઈ છે?’

આમતો એ બધા આપણા આસનો જેવા જ છે. પહેલી Ritesમાં ટ ટ્ટાર ઉભા રહીને હાથ પહોળા કરીને ડિઝીનેશ લાગે ત્યાં સૂધી ગોળગોળ ફર્યા કરવાનું હોય છે, જો તમે ઉત્તરગોળાર્ધ માં હોય તો ક્લોકવાઈઝ દક્ષિણ ગોળાર્ધમાં હો તો એન્ટિક્લોકવાઈઝ ફરવાનું હોય છે. બીજામાં જમીન પર સૂઈને હાથ જમીન પર રાખીને બન્ને પગ અને ડોકી ઊચી કરવાની હોય છે. ત્રીજીમાં બન્ને ઘુંટણ પર ઉભા રહીને કમ્મરમાંથી  આગળ પાછળ વાંકા વળવાનું હોય છે. ચોથું જરા અઘરું છે જમીન પર બેસીને  પગ અને હાથ પરથી શરીર ઉંચું કરવાનું હોય છે. પાંચમું તો આપણે દંડ પીલીયે તેવું જ હોય છે. દરેક Rites વખતે ચોક્કસ ધ્યાન કોન્સન્ટ્રેટન કરવાનું હોય છે. ત્યાર પછી મેડિટેશન. આપણા ઋષિ મુનીઓ આવા આસનો કરતા અને તપ, ધ્યાન મેડિટેશન કરતાં એટલે હજારો વર્ષ જીવતા એવી વાતો પુરાણોમાં લખાયલી જ છે. કામવાસના નિયંત્રણ માટે છઠ્ઠી રીત પણ છે.

છઠ્ઠી જો જરૂર કરતાં સેક્ચ્યુઅલ એનર્જી વધી જાય તો કેમ ઘટાડવી તેને માટેની છે. ટટાર  ઉભા રહીને ફેફસાની બધી જ હવા ખાલી કરવાની. તદ્દન રિલેક્ષ થઈ જવાનું  વાંકા વળી બન્ને ઘૂટણ પર હાથ લઈ જવાના, રામદેવ બાબાની જેમ પેટ અંદર લઈ જવાનું વગેરે હોય છે.

અમારો કેદાર મેડિકલ ડોકટર. ગંભીર માણસ. પણ મંગુથી રહેવાયું નહિ. હવે ખબર પડી કે રામદેવબાબા કેમ રોજ પેટ અંદર બહાર કાઢે છે. એ સેક્સ શમન માટે જ કરતો હશે. ચંદુ તારે આડા અવળા થવાની જરૂર નથી. બજરંગબલીનું નામ લઈને બીજા આસન કે રીત જે કહો તે છોડીને બસ પેટ અંદર કરવાની પ્રેક્ટિશ કર. તારું પેટ એક ઈંચ અંદર જતું થાય એટલે મારા તરફથી ગ્રાન્ડ પાર્ટી.

કેદારની આંખોએ મંગુને શાંત કરી દીધો. એને માહિતી ચાલુ રાખી. Ancient Secret of the Fountain of Youth પબ્લિકેશનમાં માનવામાં ન આવે એવા ફાયદા અને દાખલાઓ નોંધાયલા છે. લાકડીને ટેકે ચાલતો વૃદ્ધ એના વગર ચાલતો થઈ જાય. આંખોનું નૂર પાછું આવે, ટાલ પર કાળા વાળ ઉગવા માંડે. પણ ચન્દુભાઈ હવે તમારા મારામાં એઇજ રિવર્સલની કોઈ શક્યતા નથી. શાંતી રાખીને શરીર પ્રમાણે અને ઉમ્મર પ્રમાણે એક્સરસાઈઝ કરતા રહેવાનું અને ખાવા પીવા પર કાળજી રાખવાની.

એનો અર્થ એ કે હું એકસોવીશ પર પણ નહિ પહોંચુ.ચંદુ હતાશ થઈ ગયો.

ડિપ્રેશન આવશે તો પંચ્યાસી પર પણ નહિ પહોંચે. હસતો અને આનંદિત રહેજે. કરસનદાદાની જેમ રોજ કેરેટકેઈક ખાયા કરશે તો છન્નુ ક્રોસ કરશે. બસ જેપ્પી રહેજેમંગુએ સધ્યારો આપ્યો

તમને ખબર છે, દુનિયાનો સૌથી હેપ્પી, આનંદી અને સુખી માણસ કોણ છે? કેદારે પુછ્યું.

બીલ ગેઇટ? ડોનાલ્ટ ટ્રંપ? મુકેશ અંબાણી? અમિતાભ બચ્ચન? ચંદુએ પ્રશ્નાર્થ ઉત્તર આપ્યો.

ના એકેય નહિ. મથ્થુ રિકાર્ડ (Matthieu Ricard) નામનો ફ્રેન્ચ બુદ્ધિસ મોન્ક દુનિયાનો સૌથી હેપી માણસ નોંધાયો છે.  ચાલીસ વર્ષ પહેલાં એણે ભારત જઈને બૌદ્ધ ધર્મ અને મેડિટેશનનો અભ્યાસ કર્યો. મેડિટેશન- ધ્યાન અને સાધના તમારા મગજને સંપૂર્ણ રીતે બદલી શકે એમ છે. આપણા મગજમાં સુખ કે આનંદની અનુભૂતિ માટે પણ ચોક્કસ ક્ષમતા હોય છે. ધ્યાન અને સાધનાથી એ ક્ષમતામાં વધારો થાય છે. તમે કયા વિચારો સ્વીકારો અને કયા વિચારો ટાળી શકો એ પણ મેડિટેશન દ્વારા શીખી શકો છો. તમે તમારી જાતને બદલી શકો છો. વિસ્કોનસીન યુનિવર્સિટિના ન્યુરોસાઈન્ટિસ્ટોએ રિકાર્ડની ખોપરી પર ૨૫૬ સ્કેનર લગાવ્યા. બ્રેઈન વેવ્ઝની નોંધણી થઈ. મગજના સ્કેનથી આ ફ્રેન્ચ સાધુનામાં આનંદ માટેની અસામાન્ય, મોટી ક્ષમતામળી આવી. અને એ મેડિટેશનને આભારી છે એમ મનાય છે. સ્કેન દ્વારા એ પણ જાણવા મળ્યું કે રિકાર્ડનું મગજ વધુ ગામા વેવ્ઝ ઉત્પન્ન કરે છે ચેતના, ધ્યાન, શીખવાની અને યાદશક્તિ સાથે સંકળાયેલા આ મેથ્થુ રિકાર્ડ; દલાઈ લામાનો અત્યંત નજીકનો અને અત્યંત વિશ્વાસુ મોન્ક છે. એમણે ૨૦૧૧માં આ વિષય પર ‘The Art Of Meditation’ નામની બેસ્ટ સેલર બુક લખી છે.

ચન્દુ મારી વાત સાંભળ, આ ટિબેટિયન એક્સર્સાઈઝ તારા ગજાની વાત નથી. આ મેડિટેશન તારા કોઈ બાપ દાદા સમજ્યા નથી. એ આપણો સબ્જેક્ટ જ નથી. ચંપા તને મંદિરે લઈ જાય તો તારાથી પૂરી પાંચ મિનિટ, બે હાથ જોડીને સ્થિર ઉભા રહેવાતું નથી. તારા કોઈ ગામા બામા રેઈઝ લામાની જેમ વધવાના નથી. તું તારે જાતે જ ખાઈ ખવડાવીને આનંદ માણ. ચંપા આજે શું બનાવ્યું છે? મંગુને ભૂખ લાગી હતી.

આજે તો તદ્દન સાદું જ બનાવ્યું છે, ખિચડી, વઘારેલી છાસ, રોટલો અને વેગણ બટાકાનું શાક. અને જમ્યા પછી હોમમૅઇડ કેરેટ કેઈક.

ચાલો જે હશે તે ચાલશે. ભાણાં તૈયાર કરો. ખાઈ પીને ખોપડીના ગામાવેવ્ઝ વધારીએ.

@@@@@@@@@@

તિરંગાજાન્યુઆરી

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ