વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રડવું પડશે

ખબર હતી મને તો એક દિ મારે જાઉં પડશે,

હસ્યા તા ‌અમે એટલાં કે હવે તો રડવું પડશે.


છોડી જાય છે ઝરણાંઓ ને નદીઓ બની ને,

આકાશથી છુટું પડીને પાતાળમાં  રહેવું પડશે.


પાનખર આવ્યા વગર એકેય કુંપળ ફુટી નથી,

ખીલવું હશે તો ભીતર પહેલા એ ખરવું પડશે.


આંખો ભરી જીંદગી તું મને એમ જોયાં ન કર,

ઘડી ની મુસ્કાન તારી વર્ષો સુધી સહેલું પડશે .


પરિચીતોમાં જ સમાયેલાં છે શ્ર્વાસો તો મારાં,

પણ શું કરું રીત આ જીવનની તો ઝુકવું પડશે.


લુહારિયા બળદેવ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ