વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માગું છું...


માગું છું...

સુવાસ ફૂલોની ભીતર ભરવા માગું છું;

બની લહેરખી પવનની ડાળ યાચું છું.


રસ્તાઅો પહાડો વચ્ચેથી કરવા માગું છું;

મળવા મંજિલને નક્કર આશ ચાહું છું.


કિનારાઓ પાસ ઊભેલી હા નાવ માગું છું;

તોફાનો સાગરમાં હો ભલે  તરી જાણું છું.


મળવા જાગ્રત સ્વપ્ન સાચ રોજ માગું છું;

  ભ્રમની દુનિયા છોડી સતને પારખું છું.


પરેશાનીઓમાં બસ તારો સાથ માગું છું;

લાગણીઓ જીવનમાં બેહિસાબ રાખું છું.


જીવવાની આશ ક્યાં હું હરપળ માગું છું;

સોનેરી કિરણોના કણ કણમાં શ્વસું છું.



















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ