વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મરી ગયા

કેટલાય વહેમ ટૂટી ગયા,
જ્યારે છેલ્લી વેળાએ હાથ છૂટી ગયા. 

પ્રેમ હતો તે અમારો,
અમે પ્રેમી બની રહી ગયા. 

સમાવ્યા હતા જેમને આંખોમાં,
તે પાણી બની વહી ગયા. 

ખૂટતી નહોતી વાતો તેમના સંગાથમાં,
ને આજે અવાજ સાંભળવા તરસી ગયા. 

પરોવ્યો હતો તેમના શ્વાસમાં અમારો શ્વાસ,
ને અંતે અમે ઘૂંઘડામણમાં મરી ગયા.

✍ચિંતન પટેલ "અક્ષ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ