વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક મોટું શહેર...

એક શહેર છે મોટું, રસ્તાઓ જ મોટા છે;

સીક્કાનાં નથી સિક્કા, અહીં બંડલ મોટા છે;

કેટલો દોડશે માણસ, માણસ માણસ નથી રહ્યો...

બાળક ચા આપે છે, પીએ એ મોટા છે....

 

અહીં સવાર પડે છે, ધરમનાં નામ લઈને;

દિવસ આખો કામ કરે, ધરમનાં નામે લઈને;

એ પાછો ના પડે ક્યારેય કોઈને છેતરવામાં...

અહીં ધંધા મોટા છે, ધંધા ખોટા છે...

એક શહેર છે....

 

રાંધે છે ગરમ બધુ, ખાવા ટાણે ટાઢું છે;

મરણનો મલાજો નહિ, થોડીવાર માઠું છે;

રાત-દિવસ રૂપિયા પાછળ દોટ મૂકે છે...

સબંધ સુંવાળા રાખે પણ, અંદરથી ખાટા છે...

એક શહેર છે...

 

પ્રસંગ ટાણે આવી જાય, ઓચિંતા મુલાકાતે;

તમે સ્નેહી અમારા છો, મોણ નાંખે એ વાતે;

હાજરી આપો તો ફેલાશે અમારી સુવાસ...

કામ કઢાવવું કેમ, એની અલગ છટા છે...

એક શહેર છે...



- તુષાર નં. જેઠવા (સાવરકુંડલા, અમરેલી)

 

Email ID.:-

tusharwithsai@gmail.com

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ