વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એમ તો કેમ જવાં દઉં

મળી ગયાં છો અચાનક તો એમ તો કેમ જવાં દઉં,

આવી ચૂક્યાં છો આંગણે તો એમ તો કેમ જવાં દઉં,


પહેલાં આંખથી મલકાઈને વીંધ્યોં છે જાહેરમાં મને,

હવે છુપાવવાની વાત કરો તો એમ તો કેમ જવાં દઉં,


રાહ જોતોં કાગ ડોળે જેમ ધરતી જોવે વરસાદની,

હવે ઋતુ આવી વરસવાની તો એમ તો કેમ જવાં દઉં,


હતી ઓટની ઘડી એમાં તમે છલોછલ ભરતી લાવ્યાં,

ત્યાં પલળવાની ના પાડો તો એમ તો કેમ જવાં દઉં,


તમે આવ્યાં એટલે લાગ્યું કે રણમાં ઊગ્યું ગુલાબ,

હવે અત્તરથી દૂર રહેશો તો એમ તો કેમ જવાં દઉં,


હજું તો આવ્યાં છો, મહેમાનગતી પણ બાકી છે,

અને વાત તમે જવાની કરો તો એમ કેમ જવાં દઉં,


મિલન, જીવી લેજે ગયેલો સમય ફરી નથી આવતો,

આતો મુલાકાતની છે ક્ષણ તો એમ તો કેમ જવાં દઉં,



- મિલન આંટાળા (સુરત)

@milan_poetry_lover

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ