વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભવસાગર

નાંગરેલી નાવને મધદરિયે મૂકવાની વાત કરે છે!

અત્યારે કિનારો જ સલામત છે તને સમજાવું કેમ?


ચાલ, માની તારી વાત ને મૂકી વહેતી નાવ!

હવે તોફાનોની વચ્ચે પેલો પાર આવશે કે કેમ?


આપણે તો તરીને ઠીકઠાક પહોંચી પણ જઈએ!

બિચારી નાવને કિનારો મળશે કે કેમ?


લે તું ને નાવ તો પહોંચી ગયા હલેસાં લેતાં કિનારે!

હવે હું એકલી મધદરિયો ઓળંગુ કેમ?


‘ઝરણાં’ આ ભવસાગર કંઈ એક દિવસનો ખેલ નથી!

હવે બોલ, તારી સાથે તારા વગર જ જીવવું કેમ?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ