વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમની મંજિલ


​શીર્ષક :- "પ્રેમની મંજિલ"


મારી મંજિલ આજે તારા હ્રદય સુધી લઈ આવી ,

ભોમિયો બન્યો એ રાહનો ને તું દિશા થઈ આવી !


જિંદગીની સફર એવી શરૂ થઈ એક તારા પ્રેમથી ,

એ પ્રેમની વાતથી તું તો મારી પ્રેયસી બની આવી !


પકડ્યો આજે તારો હાથ જીવનની દરેક ક્ષણોમાં ,

દુઃખની દરેક ક્ષણે એક હિમ્મત મને મળી આવી !


જોયું એક સ્વપ્ન આજે તારી સંગ મેં તો જીવનનું ,

એ જીવનન ની રાહ બની તું ખુદ મને કહી આવી !


પહેલ કરી આજે જીવનમાં આપણા પ્રેમની મેં તો ,

મારા સંગ તું , આપણા પ્રેમની ઝાંખી કરી આવી !


પ્રેમ આપણો રાધા ને ક્રિષ્ના જેવો જ બની રહ્યો ,

"સ્વપ્ન રાહ"ની તું ખુદ એક મંજિલ બની આવી !



કિશન પટેલ "સ્વપ્ન રાહ".


સુરત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ