વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થઈ જઉં

હું જયારે જ્યારે

લખવાનું વિચારું કંઇક

ત્યાં 'તું'

શબ્દોના પ્રેમ ભર્યા

થોથા લઇ આવી ચડે

મારાં વિચારો માં

ને હું લખવા મથી પડું

પ્રેમના ઊંડાણમાં જઈ,

તો તું રૂબરૂ જ આવી ચડે,

મુંછ માં મીઠુ મીઠું

મલકી મારાં પાલવ ને અડકી

મારાં કાનને ચૂમી જાય

ને હું પ્રસરી જઉં સીધી

તારાં શ્વાસો શ્વાસમાં,

હું  ઓગાળી દઉં મને

તારાં એ સ્મિતમાં

ને 'તું 'પાલવ ઓઢી

સૂતો રહે, ને હું

શરમનું શમણું ઓઢી

તારાં મારાં પડછાયા

એક કરી  લુપ્ત થઈ જઉં,

મારાં સનાતન સુખ નો

અધિકારી એવો તું

મને સુંદર કાવ્ય રચાવી દે છે,

મારાં અક્ષરો ની મરોડ માં

તારો સુંદર, ઘાટીલો ચહેરો

મને કાવ્ય રસ પીરસાવી દે છે,

પ્રેમ ક્રિડા તારી ને, 

શબ્દો ની કરામત મારી,

જો ને કાવ્ય ને કેવું  ઢાળી દે છે.

પારુલ અમિત"પંખુડી"☘️



‌ 




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ