વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફાધર્સ ડે પર પરમ પૂજ્ય પિતા ભગવાન શિવને વંદના

ફાધર્સ ડે ઉપર...


જય જગદિશ્વરા જય શંકરા પ્યારા પાપા,

તમારાથી મહાન આ જગતમાં ન કોઈ

જ્યાં હું મારગ ભૂલી,ત્યાં ત્યાં તમે મને રાહ

જો ચીંધી,સમાજમાં માન સન્માન આપાવ્યુ

વગર માંગે મને બધું જ આપ્યું,દરેક પરિસ્થિતિમાં

સુખ શોધતાં પાપુ ભગવાન શિવ તમે શીખવ્યું.

પહેલાં કઠોર પરીક્ષા કરવી ને ભક્તોની પરિક્ષામાં

સહાયતા કરવી આ લીલા આપની ગજબ છે,

હું જે પણ છું એ પાપા આપની દેણ છે.

હું સદાય આપની ઋણી રહીશ,

કડવાશ, મોહ,માયા,રાગ,દ્વેષ,દર્દરુપી

હળાહળ તમે પિતા શીખવ્યું.

દુનિયાથી હારી જેને શરણ જો આપની લીધી,

એનો બેડો પાર થઈ ગયો.

હૈ જગદિશ્વરા,જય નારેશ્વર આપને નમસ્કાર

કરું એટલા ઓછા છે.ભોલેશ્વર આદિ પુરુષ છો તમે,

નથી તમારો અંત કે નથી આરંભ પાપુ નિરગુણ નિરાકાર

સ્વરૂપ છો તમારું ભક્તો જે સ્વરૂપે આપને શ્રદ્ધાભાવે

પૂજે એ સ્વરૂપે આપ ભક્તોને કૃતાર્થ કરતાં

કણ કણમાં આપ બિરાજો,તમે તો જગત સર્જક કહેવાતા,

પલભરમા પ્રલય કરતાં,ભક્તોની ભાગ્યરેખા બદલી

દુઃખનું દમન કરી સુખનો સંચાર કરતાં,

જે આપને અંતરમને પુકારે,એ ભક્તોના અવગૂણો

ન જોઈ ભક્તિથી પળમાં રિઝાતા,

સૌના પ્રિય આપ કહેવાતા

સૌ ભક્તો આપને ભોલેશ્વર તરીકે પૂજતા.

કોઈ કહે નિલકંઠ તો કોઈ કહે આશુતોષ

આપને ભક્તો અલગ અલગ નામે પૂકારતા

ભક્તની કરૂણ પૂકાર સૂણી તમે દોડ્યા દોડ્યા આવતાં

પ્યારા પાપુ મારે મન તો રોજ પિતા દિવસ

પાર્વતીમાઈ સંગ કૈલાસમાં બિરાજતા 

સૌ ભક્તોની ખાલી ઝોળી વરદાનથી ભરતાં

બ્રહ્મા વિષ્ણુ આપને પૂજતા,જયજય આદીદેવ શંકરા

ધ્યાન સમાધી જેને પ્રિય છે,જેને કામને બાળી ભષ્મ કર્યો છે,એવા હે દેવાધી દેવ પિતા દિવસ ઉપર આપની વંદના કરતાં મારા હૈયે હરખ સમાતો નથી.હૈ ભોલેશ્વર દેવોના પણ દેવ કહેવાતા,યમ પણ જેને આધિન રહેતા એવા ભગવાન મહાકાલ આપને કોટીકોટી વંદન...


શૈમી ઓઝા "લફ્ઝ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ