વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પત્રકાર તરીકે મારા અનુભવો

૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ મે એક નવુ કામ શરૂ કરેલુ પોરબંદર ન્યુઝ માં રીપોર્ટર તરીકેનુ. શરૂ શરૂ માં થોડી તકલીફો પડેલી પરંતુ શિખવાની ધગશ અને કામ કરવાનુ જુનૂન મને ઘણુ બધુ શિખવી ગયુ. ન્યુઝ ચેનલમાં મે થોડા ઘણા ફેરફારો કર્યા પ્લેટનુ ફોર્મેટ પણ બદલ્યુ પરંતુ એ બદલાવ બાદ અમારા સોશિયલ મિડીયામાં પણ ઘણો ફેરફાર થયો. યુટ્યુબ પર ચેનલના સબ્સ્ક્રાઈબર વધ્યા. નવુ માઈક પણ મળ્યુ. નવા ઘણા લોકોને મળવાનુ થયુ અને સાથે સાથે ઘણુ એવુ પણ થયુ જે ક્યારે પણ વિચાર્યુ નોતુ. જેમકે કોઈ આપણા બનાવેલા સમાચાર ચોરી શકે અથવાતો આપણે કોઈના સમાચાર ચોરી લઈએ પણ આવુ બધુ પત્રકારીત્વની ફિલ્ડમાં સામાન્ય વાત છે. ઘટનાઓ થતી રહેતી હોય અને દરેક પત્રકાર તેને પોતાની રિતે તેમના શબ્દોમાં વર્ણવી લોકો સમક્ષ રજુ કરતા હોય છે.

 

હમણા થોડા દિવસ પહેલાનીજ વાત છે. પોરબંદર શહેરમાં એક ફેશન શોનુ આયોજન થયુ હતુ જ્યાં હુ એક માત્ર મિડીયા પર્સન તરીકે કવરેજ માટે હાજર હતો અન્ય કોઈ મિડીયા કર્મચારીની હાજરી મે ત્યાં જોયેલ નથી તેમ છતા પણ એક ન્યુઝ ચેનલ તેમની ચેનલમાં મારા કવરેજના વિડીયો દ્વારા એ વાત સાબીત કરવા પ્રયત્ન કરતા હતા જે બન્યુ નોતુ સત્ય હકિકત જાણ્યા વિના ખોટા સમાચાર આપવાનો પ્રયત્ન કરતા હતા અને બિજા એક રીપોર્ટરે તો કાયદાનુ ઉલંઘન કરતા મારા કવરેજના વિડીયો યુટ્યુબ પરથી ડાઊનલોડ કરી તેની પોતાની ચેનલ પર મુકી દિધો હતો જે કોપીરાઈટના કાયદાનુ ઉલંઘન કર્યા હોવાનુ સાબિત કરે છે. સદ્નસીબે યુટ્યુબ પરથી કોપીરાઈટનો ક્લેમ કરી એ વિડીયો મે હટાવ્યો પરંતુ જો એ વિડીયો ના હટ્યો હોત તો ફરજીયાત પણે સાઈબર ક્રાઈમમાં રીપોર્ટ કરવો પડે તેમ હતુ અને જો એક વખત પોલીસ પાસે કેસ પંહોચે તો તે રીપોર્ટરને ૬ મહિના થી ૩ વર્ષ સુધીની જેલ અને દંડ ભરવો પડે જે અમે નોતા ઇચ્છતા પરંતુ ખોટા સમાચાર લોકો સામે મુકવા એ ક્યાનો ન્યાય. એક પત્રકાર તરીકે મારી ફરજ આવે છે લોકો સમક્ષ સત્ય રજુ કરવુ ના કે મારી ન્યુઝ ચેનલ લોકો વધુ જુએ એ માટે કઈ પણ ચલાવી લેવુ.

 

ભલે આજે મને ફક્ત ચાર મહિનાજ થયા છે પત્રકાર તરિકે કામ કરતા પરંતુ મે મારી રિતે પુરતો પ્રયત્ન કર્યો છે સત્ય લોકો સમક્ષ મુકવાનો સ્વિકાર કરવો ના કરવો તે જનતા પર છે. પરંતુ મારા તરફથી લોકો માટે ફક્ત એક્જ પ્રયત્ન રહેશે કે હુ એક સારો પત્રકાર બની શકુ અને લોકો સમક્ષ જે સમાચાર મુકુ તે સંપુર્ણ સત્ય અને ખરાઈ સાથે મુકુ એવુ નહિ કે મને જાણવા મળ્યુ એટલે મુકી દિધુ

આજે મને ઘણા લોકો તેમની આસપાસ બનતી ઘટનાઓ વર્ણવે છે જે સંપુર્ણ સત્ય નથી હોતી પરંતુ હુ કોઇ પણ જાતના સબુત વિના કોઇ ન્યુઝ ચલાવતો નથી કદાચ આજ કારણ છે કે અમુક પત્રકારો મને તેમનાથી દુર રાખવા માંગે છે અને ઘટનાઓ મારા સુધી પંહોચવા દેવા માંગતા નથી પરંતુ કોઈને કોઈ કારણો સર અથવા અન્ય કોઈ માધ્યમથી મારા સુધી તમામ ઘટનાઓ પહોચીજ જાય છે અને હુ શક્ય હોય ત્યાં સુધી સકારાત્મક રીતે તેને લોકો સમક્ષ કઈ રિતે મુકવી તે વિચાર કરૂ છુ.

 

બે દિવસ પહેલા જ મે એક સ્ટોરી કવર કરી હતી જેમાં પોરબંદર શહેરમાં એક ક્લાસીસ દ્વારા એક જોબ ફેર નુ આયોજન કરવામાં આવ્યુ છે તેની જેમા મારા પરમ મિત્ર પ્રો. અમર પંડ્યા અને પ્રો. રૂષિકા હાથી દ્વારા કોઇ પણ જાતના ચાર્જ વગર નોકરી શોધતા લોકો માટે એક તક લઈ ને આવ્યા છે જેમાં તેઓ પોતાની મનપસંદ નોકરી મેળવી શકે મને આ સમાચાર ખરેખર લોકો સમક્ષ મુકવા જેવા લાગ્યા જેથી કરી મે પ્રો. અમર પંડ્યાને ફોન કરી તેમને મળવા ગયો અને તેમનો ઇન્ટરવ્યુ કર્યો જે મે મારી યુટ્યુબ ચેનલ પર મુક્યો હતો.

મારી આ સ્ટોરીનો તેમને પણ ઘણો લાભ મળ્યો તેમને વધુ કેન્ડીડેટ મળ્યા જે નોકરીની તલાશમાં હતા.

મારી આ સ્ટોરી અન્ય એક પ્રીન્ટ મિડીયાને પણ ખુબજ પસંદ પડી અને તેણે પોતાના ન્યુઝ પેપરમાં આજે આજ સ્ટોરી છાપી દિધી પરંતુ તેઓ પણ એક મોટી ભુલ કરી ગ્યા તેમણે સ્ટોરી છાપી તે વાંધો નહિ પરંતુ મે મારી ન્યુઝ ચેનલમાં જે શબ્દો લખ્યા હતા તે પુરે પુરૂ લખાણ ફક્ત થોડી ઘણી જોડણીઓ  બદલી તેના ન્યુઝ પેપરમાં છાપી દિધુ.   

જ્યાં સુધી હુ ઓળખુ છુ ત્યાં સુધી તે પોરબંદર શહેરનુ સૌથી જુનામાં જુનુ અખબાર છે અને તેના રીપોર્ટર પણ પોરબંદરનો નામી અને સૌથી બાહોશ પત્રકાર છે. લગભગ દસેક વર્ષથી તો પત્રકારીત્વના ફિલ્ડમાં કાર્યરત છે કદાચ વધુ પણ હોઈ શકે પરંતુ આટલો જુનો અને અનુભવી પત્રકાર જે ખુબજ સારી રિતે જાણે છે ક્યા સમાચારમાં કયા શબ્દો વાપરવા એ મારા શબ્દોમાં તેમના ન્યુઝ પેપર માં સમાચાર છાપે તે મને થોડુ અજીબ લાગ્યુ. હા જો તેણે શબ્દો બદલ્યા હોત તો કઈ પ્રશ્નજ નોતો પરંતુ એક પણ શબ્દ બદલ્યા વગર કે આડા અવડો કર્યા વગર તે છાપી દે તેમા સમજવુ શૂ??

 

હુ માત્ર ચાર મહિના થીજ પત્રકાર નુ કામ કરુ છુ અને જ્યારે મે શરૂઆત કરેલી ત્યારે મને ખુદ કઈ ખ્યાલ નોતો ક્યા શુ લખવુ એ પરંતુ હુ મારી જાતે શિખતો ગયો અને કામ કરતો ગયો.

મે આજ સુધી પત્રકારીત્વનો કોઈ કોર્ષ કરેલો નથી કે પત્રકારીત્વ શુ છે એ હુ ભણ્યો નથી જે કઈ પણ શીખ્યો છુ એ કામ કરતા કરતા શીખ્યો છુ અને આગળ પણ શીખતો રહીશ.

પરંતુ જે પત્રકારો પાસેથી મારે શિખવાનુ છે તેજ મારી પાસેથી જ્ઞાન લેતા હોય તેવો આભાસ આજે મને થયો. હુ ચાહુ તો એ અખબારના સંપાદકો અને પત્રકાર પાસે કન્ટેન્ટ ચોરી કરવા બદલ માંફીનામુ માંગી શકુ પરંતુ મારે એવુ કશુ કરવુ નથી હુ તો બસ એટલુ જ ચાહુ છુ કે તેઓને મારી સ્ટોરી ગમે અને તેના ન્યુઝપેપરમાં છાપવા માંગતા હોય તો ભલે છાપે મને કોઈ જાતનો વાંધો નથી પરંતુ તેઓ પોતાની રીતે છાપે મારી સ્ટોરી કોપી પેસ્ટ કર્યા વગર

અને અન્ય ન્યુઝ ચેનલોને પણ જો મારા કવરેજના ફુટેજ પરથી કોઇ સ્ટોરી બનાવવી હોય તો તેઓ ઘટના સ્થળ પર જઈ વિડીયો શુટ કરી આવે મારા ચેનલ પરથી વિડીયો ડાઊનલોડ ના કરે.  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ