વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાઉં છું

સમયની સરકતી રેત પરથી,

છાપ અતીતની ભુસતી જાઉં છું!

જરુર નથી મારી જ્યાં,

બસ હળવેકથી ખસતી જાઉં છું!


આંખને તળિયે નદીઓ ખારી,

હસીને હલેસા મારતી જાઉં છું!

ભીતર ભભૂકે ભીની લાગણી,

સ્મિતે સ્મિતે સળગતી જાઉં છું!


આભ આંબીને પણ મુઠ્ઠી ખાલી,

મહેક માટીની ભરતી જાઉં છું!

ખટમીઠી સોડમ યાદો કેરી,

સમાવીને શ્વાસમાં હું જાઉં છું !


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ